<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

BSNLએ ભારતમાં લોન્‍ચ કર્યો સેટેલાઇટ ફોન

૧,૩૪,૧૬૬ રૂપિયાની કિમતના આ ફોન માટે ટેલિકોમ વિભાગની મંજૂરી મેળવવી ફરજિયાત

નવી દિલ્‍હી તા.૧૦: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ભારતમાં એવા વિસ્‍તારો માટે એક ખાસ સેટેલાઇટ ફોન લોન્‍ચ કર્યો છે જ્‍યાં સામાન્‍ય મોબાઇલ નેટવર્ક કે ટાવર ઉપલબ્‍ધ હોતા નથી. આ સેટેલાઇટ ફોનની કિમત ટેક્‍સ સહિત ૧,૩૪,૧૬૬ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સામાન્‍ય સ્‍માર્ટફોનથી વિપરીત આ ઉપકરણ મોબાઇલ ટાવરને બદલે સીધું સેટેલાઇટ નેટવર્ક સાથે કનેક્‍ટ થાય છે, જેનાથી નેટવર્ક વગરના દુર્ગમ વિસ્‍તારોમાં પણ સરળતાથી

વોઇસ-કોલિંગ અને ઇમર્જન્‍સી સપોર્ટ મેળવી શકાશે. જોકે ભારતમાં સેટેલાઇટ ફોનના ઉપયોગ પર કડક સરકારી નિયમો હોવાને કારણે કોઈ પણ વ્‍યક્‍તિ એને સીધો ખરીદી શકશે નહીં. આ ફોન ખરીદવા અથવા એનો પ્રયોગ કરવા માટે ટેલિકોમ વિભાગની સત્તાવાર અને સ્‍પષ્ટ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે, અન્‍યથા એનો ઉપયોગ ગેરકાનૂની ગણાશે.

(3:05 PM IST)