હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BTS નો ગ્રેમીઝ સામે મોટો અને વિસ્ફોટક ધડાકો: ૨૦૨૭ ના ગ્રેમી એવોર્ડ્સ માટે પોતાનું સંગીત સબમિટ કરવાનો સ્પષ્ટ ઇનકાર; કહ્યું- 'સંગીતને ભાષા કે પ્રદેશના સીમાડામાં ન બાંધી શકાય!'
રેકોર્ડિંગ એકેડેમી દ્વારા 'એશિયન પોપ' નામની નવી અલગ કેટેગરી લાવવા સામે બેન્ડનો વિરોધ: લશ્કરી સેવા પૂરી કર્યા બાદ 'અરીરાંગ' આલ્બમથી ચાર્ટબસ્ટર કમબેક કરવા છતાં ગ્રેમીની રેસમાંથી બહાર નીકળવાનો ક્રાંતિકારી નિર્ણય

સોલ : વૈશ્વિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંગીતથી કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર દક્ષિણ કોરિયન K-Pop બેન્ડ BTS એ એક એવો નિર્ણય લીધો છે જેણે આખી દુનિયાના સંગીત જગતને ચોંકાવી દીધું છે. ૨૦૨૭ ના પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards) યોજાવાના મહિનાઓ પહેલાં, BTS ના સાતેય સભ્યોએ સામૂહિક રીતે જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે પોતાના કમબેક આલ્બમની સુપરહિટ સફળતા છતાં, ગ્રેમી એવોર્ડ્સની વિચારણા માટે પોતાનું એક પણ ગીત કે સંગીત સબમિટ કરશે નહીં.
ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન જાહેર કર્યું:
BTS ના સભ્યો - આરએમ (RM), જિન (Jin), સુગા (Suga), જે-હોપ (j-hope), જિમિન (Jimin), વી (V) અને જંગ કૂક (Jung Kook) એ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પરંતુ મક્કમ નિવેદન શેર કર્યું હતું. તેમણે લખ્યું, "અમે આ વર્ષે ગ્રેમી માટે અમારું સંગીત ન મોકલવાનો નિર્ણય લીધો છે. અમારી આશા છે કે અમારા સંગીતને કોઈ ચોક્કસ પ્રદેશ કે ભાષા દ્વારા વિભાજિત કરવાને બદલે, તે જેવું છે તે સ્વરૂપમાં જ સાંભળવામાં આવે અને તેને પ્રેમ કરવામાં આવે. અમે તમામ ARMY (ચાહકો) ના દિલથી આભારી છીએ."
'એશિયન પોપ' કેટેગરી સામે વિરોધનો સૂર:
ગ્રેમીનું આયોજન કરતી 'રેકોર્ડિંગ એકેડેમી' દ્વારા તાજેતરમાં જ ૨૦૨૭ ના એવોર્ડ્સ માટે 'એશિયન પોપ મ્યુઝિક પર્ફોર્મન્સ' નામની એક નવી શ્રેણી દાખલ કરવામાં આવી હતી. જેમાં K-Pop, J-Pop અને C-Pop જેવા એશિયન ભાષાના સંગીતને અલગથી સ્થાન આપવાની જોગવાઈ કરાઈ હતી. જોકે, ગ્લોબલ મ્યુઝિક ચાર્ટ્સ પર રાજ કરતા BTS અને તેમના ચાહકોનું માનવું છે કે સંગીતને મુખ્ય પ્રવાહથી અલગ કરીને ભાષા કે પ્રદેશના આધારે 'એશિયન' તરીકે સીમિત કરી દેવું એ કલાકારો સાથે ભેદભાવ સમાન છે.
ચાર્ટબસ્ટર 'અરીરાંગ' આલ્બમ પછીનો ક્રાંતિકારી નિર્ણય:
આશ્ચર્યની વાત એ છે કે BTS ના તમામ સાતેય સભ્યો પોતાની ફરજિયાત લશ્કરી સેવા પૂરી કરીને પાછા ફર્યા બાદ માર્ચ મહિનામાં જ તેમનું પાંચમું સ્ટુડિયો આલ્બમ 'અરીરાંગ' (Arirang) રિલીઝ થયું હતું, જેણે બિલબોર્ડ આલ્બમ્સ અને સિંગલ્સ ચાર્ટ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સંગીત નિષ્ણાતો માની રહ્યા હતા કે આ વર્ષે BTS ને પહેલો ગ્રેમી એવોર્ડ મળી શકે છે. અગાઉ અનેકવાર નોમિનેટ થવા છતાં બેન્ડને ટ્રોફી મળી નથી. ૨૦૨૭ ના ગ્રેમી એવોર્ડ્સ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૭ ના રોજ લોસ એન્જલસ ખાતે યોજાવાના છે, પરંતુ તે પહેલાં BTS ના આ બળવાખોર પગલાએ ગ્રેમીની વર્ગીકરણ નીતિઓ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
