<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

બિલ્‍ડરે જમીનના નામે ગ્રાહકને ૧૫ કરોડનો ચૂનો ચોપડયો

ગુરુગ્રામ, તા. ૧૧: ગુરુગ્રામ પોલીસે જમીનના કરાર કરી આપવાનો વાયદો કરી લોકો સાથે કરોડોની છેતરપિડી કરતા રીયલ એસ્‍ટેટ ફર્મના ૫૦ વર્ષીય માલિકને અટક કર્યો છે.

મહેશ મુગામ નામનો આ ઠગ ૭૫, નાસુ એમના હાથે ઠગાયેલા જાન્‍યુઆરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું કે નિઓન ઈમ્‍ફ કન્‍સ્‍ટ્રક્‍શન સોલ્‍યુશન્‍સ કંપની અને એના સાગરિતોએ એને હરિયાણાના પાલવાલ જિલ્‍લાના ઘુઘેલા ગામે આવેલી લગભગ ૧૧.૩૩ એકર જમીન વેચવાનો વાયદો કરી સંબંધિત દસ્‍તાવેજો ગ્રાહકને બતાવ્‍યા હતા.

આરોપી મુગામે ૧, ઓગસ્‍ટ, ૨૦૨૪ ના રોજ જમીન વેચવાનો કરાર કર્યો અને ગ્રાહક પાસેથી જમીનની કિમત પેટે લગભગ ૧૭ કરોડ રૂપિયા પડાવી લીધા ફરિયાદીએ ઉમેર્યું છે કે આરોપીએ ગ્રાહકના નામે જમીન કરી નથી અને એ પછી ગ્રાહક સાથેનો સંપર્ક કાપી નાખ્‍યો. આર્થિક ગુનાશોધક પાંખ-૧ એ બનાવ વિષે તપાસ કરી એક આરોપીને શનિવારે ઝડપી લીધો છે.

(9:56 AM IST)