હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલિયન માર્કેટમાં ગાબડાનો દોર યથાવત ચાંદીમાં ૬,૦૦૦-સોનામાં ૩૨૦૦ રૂા. તૂટયા
ચાંદીના ભાવ ઘટીને ૧,૮૦,૦૦૦ રૂા. અને સોનાના ભાવ ૧,૪૧,૮૦૦ રૂા. થયા : છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં ૧૭,૫૦૦ રૂા. અને સોનામાં ૫૭૦૦ રૂા.નો કડાકોઃ ભાવો ઘટતા દિપાવલી પર્વમાં નવી ખરીદી નિકળવાની ઝવેરી બજારમાં આશા

રાજકોટ તા.૩૧: બુલિયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે ગાબડાનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં વધુ ૬,૦૦૦ રૂા. અને સોનામાં ૩૨૦૦ રૂા. તુટયા છે.
બુલિયન માર્કેટમાં મોડીરાત્રે સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૬,૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૮૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૮૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં ૧૭,૫૦૦ રૂા.નું તોતીંગ ગાબડુ પડયુ છે.
ચાંદીની સાથે સોનાના ભાવો પણ સતત તૂટી રહયા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે મોડીરાત્રે સ્થાનીક બજારમાં સોનામાં ૩૨૦૦ રૂા.નો કડાકો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૫,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૧,૮૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૩૨,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૫૦,૦૦૦રૂા. હતા તે ઘટીને ૧૪,૧૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.
વૈશ્વિક લેવલે ક્રુડના ભાવ વધારાને કારણે મોંઘવારીમાં વધારો તથા ફેડના વ્યાજ વધારાનો ભયના કારણે સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહયાનું અને બીજીબાજુ દિપાવલીના તહેવારો પૂર્વે જ સોના-ચાંદીના ભાવો કડડભૂસ થઇ જતા નવી ખરીદી નીકળશે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
