News of Wednesday, 18th November 2026
બુલિયન માર્કેટમાં ફરી કડાકોઃ ચાંદીમાં વધુ ૫,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૬૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,૩૬,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૮: બુલિયન માર્કેટમાં એક દિ'ના વિરામ બાદ ફરી કડાકો થયો હતો. ચાંદીમાં વધુ ૫,૦૦૦ અને સોનામાં ૩,૦૦૦ રૂા. તૂટયા છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૫,૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૭૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૬૭,૦૦૦રૂા. થઇ ગયા છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૩૦૦૦ રૂા. ઘટયા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં આજે ૩૦૦૦ રૂા. તૂટતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૩૬,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૩૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૩,૯૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩,૬૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
વિશ્વ માર્કેટમાં યુધ્ધની સ્થિતીને કારણે સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું.(૨
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
