<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

બુલિયન માર્કેટમાં ફરી કડાકોઃ ચાંદીમાં ૮૦૦૦ અને સોનામાં ૨૮૦૦ રૂા. તૂટયા

ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૮૪,૦૦૦ તથા સોનાના ભાવ ૧,૪૫,૨૦૦ રૂા. થયા :ધનતેરસના દિવસે જ સોના-ચાંદીના ભાવો ઘટતા ખરીદી નિકળશે

રાજકોટ તા.૬: બુલિયન માર્કેટમાં સતત બે'દિ તેજી રહયા બાદ ધનતેરસના પૂર્વ સંધ્‍યાએ ફરી કડાકો થયો હતો. ચાંદીમાં ૮૦૦૦ રૂા. અને સોનામાં ૨૮૦૦ રૂા.નું ગાબડુ પડયુ હતું.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં મોડીરાત્રે ૮૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૮૪,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૧,૦૦૦ રૂા.ના વધારા બાદ ફરી ભાવ તૂટયા હતા.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ ઘટયા હતા. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૨૮૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૫,૨૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૨૮૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૮૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૫૨,૦૦૦ રૂા.ની સપાટી ભાવ પહોંચ્‍યા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૪૫૦૦ રૂા.ના વધારા બાદ ફરી ભાવ તૂટયા હતા.

સોના-ચાંદીમાં બે દિવસ તેજી રહયા બાદ ધનતેરસની પૂર્વ સંધ્‍યાએ ભાવો ઘટતા આજે ઝવેરી બજારમાં ધનતેરસના દિવસે ખરીદી નીકળે તેવી શકયતા છે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યુ છે.(૨

 

 

(2:57 PM IST)