તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
યુએઈ OPEC માંથી બહાર નીકળતાં બુલિયન માર્કેટમાં હલચલ : ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં જ મોટો ઘટાડો
યુએઈની બહાર નીકળવાની જાહેરાત થતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો :સોનાના ભાવમાં ₹3000 અને ચાંદીમાં ₹8300 થી વધુનો તોતિંગ કડાકો બોલી ગયો

નવી દિલ્હી :મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બુલિયન માર્કેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 65 વર્ષ બાદ 1 મેથી OPEC (પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન) માંથી બહાર નીકળવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ એક જ નિર્ણયને કારણે ગ્લોબલ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેની સીધી અસરરૂપે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ સોનાના ભાવમાં ₹3000 અને ચાંદીમાં ₹8300 થી વધુનો તોતિંગ કડાકો બોલી ગયો છે.
સોનાના ભાવમાં થયેલા આ મોટા કડાકાની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં સોનું 8 ડોલર ઘટીને 4685 ડોલર પર આવી ગયું છે. આની સીધી અસર ભારતીય બજાર એટલે કે MCX પર પણ જોવા મળી છે. જૂન મહિનાની ડિલિવરી માટે સોનાનો ભાવ ₹3000 થી વધુ તૂટીને ₹1,48,681 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, પાછળથી તેમાં થોડો સુધારો જોવા મળ્યો અને તે ₹2086 ના ઘટાડા સાથે ₹1,49,635 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આજના દિવસમાં સોનું ₹1,51,802 ની ઊંચી સપાટીએ પણ પહોંચ્યું હતું, જ્યારે અગાઉના સેશનમાં તે ₹1,51,721 પર બંધ થયું હતું.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
