હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd July 2026
બુલીયન માર્કેટમાં પુનઃ તેજી : ચાંદીમાં ૪૦૦૦-સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૩૧,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૭,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨ : બુલીયન માર્કેટમાં મંદી બાદ ફરી તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૪૦૦૦ અને સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે રાત્રે ચાંદી ૧કિલોના ભાવ ર,ર૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૧,૦૦૦ રૂા. થઇ ગયા છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૭,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૭૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
