તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બુલિયન માર્કેટમાં નવા વર્ષના પ્રારંભે કડાકો સોનામાં ૪,૦૦૦- ચાંદીમાં ૭,૦૦૦ રૂા.તૂટયા
સોનુ ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,૪૧,૦૦૦ તથા ચાંદીના ભાવ ૧,૮૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૩: બુલિયન માર્કેટમાં નવા વર્ષના પ્રારંભે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયો હતો. સોનામાં ૪,૦૦૦ રૂા. અને ચાંદીમાં ૭,૦૦૦ રૂા. તૂટયા છે.
બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં સોનામાં ૪,૦૦૦ રૂા. ઘટયા હતા. સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૫,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૪૧,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૪૦,૦૦૦ રૂા.નું તોતીંગ ગાબડુ પડયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૫૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૧૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
સોનાની સાથે ચાંદીના ભાવ પણ ઘટયા છે. બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં ૭,૦૦૦ રૂા.નો ઘટાડો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૮૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૮૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.
દિપાવલી પૂર્વે સોના-ચાંદીના ભાવો સતત તૂટયા હતા. નવા વર્ષના પ્રારંભે આ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ગાબડાનો દોર યથાવત રહયો છે. વિશ્વ માર્કેટમાં યુધ્ધની સ્થિતીની કારણે ડોલર ઇન્ડેક્ષ ઉંચકાતા સોના-ચાંદીના ભાવમાં ગાબડાનો દોર યથાવત હોવાનું ઝવરે બજારના સુત્રોએ જણાવ્યુ હતું.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
