તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
બુલીયનમાર્કેટમાં ગાબડાનો દોરઃ ચાંદીમાં વધુ ૧૪૦૦૦ અને સોનામાં ૩૦૦૦ રૂા.નો કડાકો
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૩૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૯: ઇરાન-અમેરીકા વચ્ચે યુધ્ધ સમાપ્તીના કરાર અંગેની બેઠક આજે મુલત્વી રહેતા બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે ગાબડા જોવા મળ્યા છે. ચાંદીમાં વધુ ૧૪૦૦૦ અને સોનામાં ૩૦૦૦ રૂા.નો કડાકો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૧૪૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે રાત્રે ચાંદી (૧કિલો)ના ભાવ ર,૪૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે ચાંદીમાં ૭,૦૦૦ રૂા. બાદ આજે વધુ ૧૪,૦૦૦ રૂા.નો ઘટાડો થયો છે.
ચાંદીની સાથે સોનાના ભાવો પણ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૩૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,પર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૯,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે સોનામાં રપ૦૦ રૂા. ઘટયા બાદ આજે વધુ ૩૦૦૦ રૂા. તૂટયા હતા.
અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધ યુધ્ધ સમાપ્તીના કરાર અંગેની બેઠક આજે મુલત્વી રહેતા સોના-ચાંદીના ભાવો તૂટયા હતા. તે મજ વૈશ્વિક સ્તરે ક્રુડના ભાવો ઘટતા અને રૂપીયો મજબુત થતા તેમજ ડોલરનો વેૈશ્વિક ઇન્ડેક્ષ ઉછળતા વિશ્વ બજારમાં સોનાની વેચવાલી જોવા મળતા સ્થાનીક બજારમાં ભાવો ઘટયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યુ઼ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
