તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજી સોનામાં ૨૩૦૦-ચાંદીમાં ૩૦૦૦ રૂા. વધ્યા
સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૧,૪૮,૩૦૦ અને ચાંદીના ભાવ ૧,૯૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.પઃ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સોનામાં ૨૩૦૦ રૂા. અને ચાંદીમાં ૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં સોનામાં આજે ૨૩૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૮,૩૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૨૩,૦૦૦ રૂા. વધી ગયા છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૮૩,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ૩૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. બુલિયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં ૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૮૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૯૦,૦૦૦ રૂા. થયા છે.
છેલ્લા બે દિવસમાં સોનામાં ૫,૦૦૦ રૂા. અને ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. અમેરિકાની મીડટર્મ ચુંટણીમાં પરાજય થતા વિશ્વમાર્કેટમાં ક્રુડનો ભાવ ઘટતા સોના-ચાંદીમાં તેજી જોવા મળી હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
