<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

બુલીયન માર્કેટમાં પુનઃ મંદી : ચાંદીમાં ૪૦૦૦-સોનામાં ૧પ૦૦ રૂા.તૂટયા

ચાંદીના ભાવ ઘટીને ર,ર૧,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૭,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૪ :  બુલીયન માર્કેટમાં  સતત ત્રણ દિ' તેજી રહયા બાદ ફરી મંદી જોવા મળી હતીે. ચાંદીમાં ૪૦૦૦ રૂા. અને સોનામાં ૧પ૦૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૪૦૦૦ રૂા. તુટયા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)નો ભાવ ર,રપ,૦૦૦ રૂા. હતા. તે ઘટીને આજે ર,ર૧,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ચાંદીમાં તેજીને પગલે એક તબક્કે ભાવ ર,ર૮,૦૦૦ રૂા. સુધી થઇ ગયા હતા. ગઇકાલ બપોર બાદથી શરૂ થયેલ ઘટાડાનો દોર આજે પણ યથાવત રહયો હતો.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ ઘટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં આજે સોનામાં  ૧,પ૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે  સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૮,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૭,૦૦૦ રૂા. થયા છે. સોનામાં તેજીને પગલે એક તબક્કે સોનાના ભાવ ૧,પ૦,૦૦૦ રૂા. થઇ ગયા બાદ ગઇકાલ બપોર બાદથી ફરી ભાવ ઘટાડો શરૂ થયો હતો.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના પગલે અને ક્રુડના ભાવ વધતા સોના-ચાંદીના ભાવો તૂટયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪

(3:03 PM IST)