<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

બુલિયન માર્કેટમાં ૭ દિવસ બાદ તેજી ચાંદીમાં ૩૮૦૦-સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૫૩,૮૦૦ અને સોનાના ભાવ ૧,૨૯,૫૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૩: બુલિયન માર્કેટમાં  ૭ દિવસની સતત મંદી બાદ આજે ફરી તેજીનો ચમકારો જોવા મળ્‍યો હતો. ચાંદીમાં ૩૮૦૦ અને સોનામાં ૨૫૦૦ રૂા.નો ઉછાળો થયો છે.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં આજે ૩૮૦૦રૂા.નો ભાવવધારો થયો છે. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૫૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૩,૮૦૦રૂા. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં આજે સોનામાં ૨૫૦૦ રૂા. વધ્‍યા હતા. શનિવારે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૨૭,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૨૯,૫૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટમાં ૨૫,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૨,૭૦, ૦૦૦ રૂા. હતા તે વધીને ૧૨,૯૫,૦૦૦ રૂા.ની સપાટી પહોંચ્‍યા છે.

ગત સપ્તાહમાં સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો થતા બન્ને કિંમતી ધાતુઓના ભાવો ૮ મહિનાની જુની સપાટીએ પહોંચી ગયા હતા. જો કે આજે ફરી આ બન્ને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી.(૨

(2:53 PM IST)