<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ઇન્‍ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્‍કર વચ્‍ચે અકસ્‍માતઃ ૧૬ મોત

ઇન્‍ડોનેશિયામાં નબળા સુરક્ષા ધોરણોને કારણે માર્ગ અકસ્‍માતો સામાન્‍ય છે

જાકાર્તા,તા.૭: ઇન્‍ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર બુધવારે બપોરે એક પેસેન્‍જર બસ અને ઓઇલ ટેન્‍કર વચ્‍ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે અને અન્‍ય ચાર લોકો ઘાયલ થયા છે. દક્ષિણ સુમાત્રા પ્રાંતના નોર્થ મુસી રાવસમાં ટ્રાન્‍સ-સુમાત્રા હાઈવે પર આ અકસ્‍માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, લુબુકલિગગાઉથી જામ્‍બી જતી બસમાં અચાનક તણખલા ઝરતા ડ્રાઈવરે સાવચેતી રૂપે બસ જમણી બાજુ વાળી હતી, ત્‍યારે સામેથી આવતા પૂરપાટ ઝડપે ઓઇલ ટેન્‍કર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરને કારણે બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બંને વાહનોના ડ્રાઈવર અને મુસાફરો સહિત ૧૬ લોકો જીવતા ભુંજાયા હતા. બચાવકર્મીઓએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્‍યા છે. ઇન્‍ડોનેશિયામાં નબળા સુરક્ષા ધોરણોને કારણે માર્ગ અકસ્‍માતો સામાન્‍ય છે; ગયા અઠવાડિયે જ એક ટ્રેન અકસ્‍માતમાં ૧૫ મહિલાઓના મોત થયા હતા.

(10:11 AM IST)