<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

૨૦૩૧ સુધીમાં એઆઈ ઓફિસ, સેક્રેટરી અને હેલ્‍પર બનશે

હેલ્‍થ ટ્રેકિંગ, ટ્રાવેલ પ્‍લાનિંગ, મની મેનેજમેન્‍ટ સહિત ટાઈમ મેનેજમેન્‍ટ જેવા કામો એઆઈ પીએ મેનેજ કરશેઃ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મોટી આગાહી કરી : આગામી ૫ વર્ષમાં અબજો લોકો પાસે પોતાનો AI પર્સનલ આસિસ્‍ટન્‍ટ હશે, જે રોજિંદા જીવનમાં મદદરૂપ થશે

કેલિફોર્નિયા  તા.૩૧: મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આગાહી કરી છે કે, આવનારા પાંચ વર્ષમાં દુનિયાભરના અબજો લોકો પાસે પોતાનો એઆઈ પર્સનલ આસિસ્‍ટન્‍ટ હશે. આ પીએ રોજિદા જીવનમાં તેમની સાથે રહેશે અને વિવિધ કામોમાં મદદ કરશે. ભવિષ્‍યમાં એઆઈ માત્ર પ્રશ્નોના જવાબ આપતું ટૂલ નહીં રહે. પરંતુ, દરેક વ્‍યક્‍તિ માટે પર્સનલ હેલ્‍પર તરીકે કામ કરશે.

ઝકરબર્ગે જણાવ્‍યું કે, મેટા એવા એઆઈ આસિસ્‍ટન્‍ટ પર કામ કરી રહી છે, જે દરેક વ્‍યક્‍તિની આદતો, પસંદગી અને જરૂરિયાતોને સમજીને ૨૪ કલાક તેમની મદદ કરશે. હાલમાં એઆઈનો સૌથી વધુ ઉપયોગ કોડિગ અને ટેકનિકલ કામો માટે થઈ રહ્યો છે. પરંતુ, મેટા એઆઈને સામાન્‍ય વ્‍યક્‍તિ માટે સરળ અને ઉપયોગી બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે.

એઆઈ પીએ હેલ્‍થ ટ્રેક કરવામાં, મની મેનેજમેન્‍ટમાં, ટ્રાવેલ પ્‍લાનિગ, શિડયુલ મેનેજમેન્‍ટ અને અનેક નાના-મોટા કામોને સરળ બનાવવામાં મદદ કરશે. મેટાના વ્‍હોટ્‍સએપ, મેસેન્‍જર અને ઈન્‍સ્‍ટાગ્રામ જેવા પ્‍લેટફોર્મ્‍સ આ એઆઈ આસિસ્‍ટન્‍ટનું મુખ્‍ય માધ્‍યમ બનશે. હાલ, મેટા એઆઈને અનેક બિઝનેસ માટે ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યું છે. તેમાં, બિઝનેસ આસિસ્‍ટન્‍ટનો ઉપયોગ દર અઠવાડિયે ૧૦ લાખથી વધુ બિઝનેસ કરી રહ્યા છે

(9:51 AM IST)