તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી :સવારે 7 વાગ્યાથી મતદાન: 2.45 લાખ મતદારો 6 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આ વખતે કુલ 2,45,623 મતદારો નોંધાયેલા: 4,174 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાશે

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આવતીકાલે પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ઉમરેઠ વિધાનસભા બેઠક પર આ વખતે કુલ 2,45,623 મતદારો નોંધાયેલા છે, જેઓ 6 જેટલા ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. ખાસ કરીને આ ચૂંટણીમાં યુવા મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાશે. આ ઉપરાંત, 1,644 જેટલા સિનિયર સિટીઝન મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરે તેવી અપેક્ષા છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સમગ્ર ઉમરેઠ પંથકમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 3 CRPF કંપની અને 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ મથકો પર પોલીસની ખાસ નજર રહેશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય બની વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
