<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા દેશભરમાં વધી રહેલા યહૂદી વિરોધી બનાવોને ડામવા અને કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે ૧૫ શહેરોમાં રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનની મહત્વપૂર્ણ જાહેરાત

સ્થાનિક અને સંઘીય કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાના પ્રયાસો સઘન બનાવાશે, વિવિધ ધાર્મિક સમુદાયોને એકસાથે લાવીને દ્વેષપૂર્ણ ગુનાઓ સામે કડક અને સંયુક્ત લડત અપાશે

 

 

ન્યૂયોર્ક: યહૂદી સમુદાય સામે વધી રહેલા નફરતના બનાવોને અટકાવવા માટે અમેરિકન ન્યાય વિભાગે પંદર શહેરોની જાગૃતિ અને એક્શન ટૂર શરૂ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આવા બનાવોની જાણકારી વધારવા અને વિવિધ ધર્મો વચ્ચે એકતા સ્થાપિત કરીને નફરતને કાયમી ધોરણે મિટાવવાનો છે.

 

અમેરિકાના ન્યાય વિભાગે દેશમાં યહૂદી વિરોધી ઘટનાઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એક મોટી અને રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની ઔપચારિક જાહેરાત કરી છે. દેશના પંદર મોટા શહેરોમાં યહૂદી વિરોધી જાગૃતિ અને એક્શન ટૂરનું આયોજન કરવામાં આવશે. 

 

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યહૂદી વિરોધી ઘટનાઓના રિપોર્ટિંગમાં વધારો કરવાનો અને સ્થાનિક તથા સંઘીય કાયદા અમલીકરણ એજન્સીઓ તેમજ યહૂદી સમુદાયો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો છે. 

 

આ ઉપરાંત આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત યહૂદી, બાપ્ટિસ્ટ ખ્રિસ્તી, કેથોલિક અને મુસ્લિમ સમુદાયો વચ્ચે યહૂદી વિરોધી અને નફરત ફેલાવતા ગુનાઓ સામે આંતરધર્મીય વિરોધ ઉભો કરવાના વ્યાપક પ્રયાસો કરવામાં આવશે. 

 

અમેરિકી સરકારનો મુખ્ય લક્ષ્યાંક તમામ ધર્મના લોકોને એકસાથે લાવીને નફરત અને ભેદભાવ મુક્ત સમાન સમાજનું નિર્માણ કરવાનો અને દેશની આંતરિક સુરક્ષા તથા ધાર્મિક સહિષ્ણુતાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. *

(9:43 AM IST)