<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સમોસા પર રંગ લગાવાય?

વિડિયોમાં જે જોવા મળે છે એ જોઈને ફરી કદી સમોસા ન ખાઈએ એવું મન થઈ જાય : વિડિયો વાઇરલ થયા પછી એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે એના પર રંગ લગાવવામાં આવે છે એ સમોસું અસલી છે કે નહીં

મુંબઈ,તા.૨૪: સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. એમાં સમોસાને એક બ્રશથી રંગ લગાવવામાં આવે છે. પહેલી નજરે એવું લાગે છે કે આ અસલી સમોસા છે અને એના પર ચમક માટે રંગ ચડાવવામાં આવી રહ્યો છે. આ જોઈને કેટલાક લોકોએ અસલમાં રંગ કરીને સમોસા વેચાતા હોવાનો દાવો કર્યો હતો. વિડિયોમાં જે જોવા મળે છે એ જોઈને ફરી કદી સમોસા ન ખાઈએ એવું મન થઈ જાય. જોકે આ વિડિયો વાઇરલ થયા પછી એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે એના પર રંગ લગાવવામાં આવે છે એ સમોસું અસલી છે કે નહીં. એક એવી શક્‍યતા પણ જતાવવામાં આવી રહી છે કે આ કોઈ ફૂડ-આઉટલેટની ક્‍લિપ નહીં પરંતુ આર્ટ-વર્કશોપની ક્‍લિપ છે. એમાં સમોસાની આજુબાજુમાં વિવિધ રંગોની ડબ્‍બીઓ પડી છે. આજકાલ મિનિએચર ફૂડ-ડિશનો ટ્રેન્‍ડ ચાલે છે એની આ ક્‍લિપ હોઈ શકે છે.

(10:15 AM IST)