તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
કેનેડાનું ૩૦૦ બિઝનેસમેન સાથેનું જમ્બો પ્રતિનિધિ મંડળ ભારતમાં
કેનેડા દ્વારા છેલ્લા ૩૦ વર્ષમાં મોકલવામાં આવનારું આ સૌથી મોટું પ્રતિનિધિ મંડળ

નવી દિલ્હી,તા.૧૨: પヘમિ એશિયા તથા રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ તથા ટેરિફને લઈને અમેરિકાની દાદાગીરી વચ્ચે ભારત તેના વેપારને વૈશ્વિક સ્તરે વધારવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકાની ધમકીઓથી કંટાળેલાં કેનેડાએ પણ હવે વેપાર માટે અન્ય દેશો સાથે સંબંધો વિકસાવી રહ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સહિતના વિવધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ભાગરૂપે કેનેડા ૩૦ વર્ષમાં સૌથી મોટું, ૩૦૦ બિઝનેસમેનનું જમ્બો પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે. બંને દેશો ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધુ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપારના મંત્રી મનિન્દર સિધુના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિ મંડળ આગામી ૧૨-૧૭ ઓક્ટોબર દરમિયાન મુંબઈ તથા બેંગાલુરુની મુલાકાત લેશે. આ અંગે સિધુએ જણાવ્યું હતું કે, એરોસ્પેસ, કૃષિ, ખાદ્યાન્ન તથા ક્લીન ટેક્રોલોજી જેવા ક્ષેત્રોમાં કેનેડાની કુશળતાનું ભારતમાં વધતી માગ સાથે સાથે સંકલન સાધી અમે વેપારનું વૈવિધ્યિકરણ કરી નવું રોકાણ આકર્ષીશું. ભારત અને કેનેડા ચાલુ વર્ષના અંત સુધીમાં કમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ)અંગેની વાટાઘાટો પૂર્ણ કરવા માગે છે.માર્ચ મહિનામાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોએ વ્યાપક વેપાર કરાર કરવા સહમતિ દાખવી, ૨૦૩૦ની સાલ સુધીમાં દ્વિપક્ષીય વેપાર આશરે રૂ. ૪.૭૫ લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. કેનેડાની સરકારના આંકડા અનુસાર, ૨૦૨૫માં ભારત-કેનેડા વચ્ચેનો વેપાર ૩૦.૪ અબજ કેનેડિયન ડોલર નોંધાયો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી ધીમી ગતિએ આગળ વધી રહેલાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં છેવટે પ્રગતિ થઈ છે. બંને દેશોએ વચગાળાના વેપાર કરાર માટેનું માળખું તૈયાર કરી દીધું હોવાની જાહેરાત કરી હોવાની માહિતી આપતાં વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, પરિસ્થિતિઓ બદલાઈ હોવાથી, તેને ધ્યાનમાં રાખીને કરારને અંતિમ સ્વરૂપ અપાશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વેપાર કરાર અંગે ઈઝરાયેલ, ચીલી, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) તથા રશિયાના નેતૃત્વવાળી યુરેશિયન ઈકોનોમિક કાઉન્સિલ (ઈએઈયુ) સહિતના દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ગોયલે જણાવ્યું હતું કે, યુએસએ સાથેના વેપાર કરારની જાહેરાત ફેબ્રુઆરીમાં કરાઈ હતી. પરિસ્થિતિઓમાં કેટલાંક ફેરફાર થયાં હોવાથી તેને ધ્યાનમાં રાખીને તે મુજબ અંતિમ નિર્ણય લેવાશે. ભારતની માગ અમેરિકાના બજારમાં તેના સ્પર્ધક દેશોની તુલનાએ નીચા ટેરિફની છે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
