તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
પશ્ચિમ બંગાળમાં ઉમેદવારોની જીતની ઉજવણી પર બ્રેક: રાજ્યમાં રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ: ચૂંટણી આયોગનો મોટો નિર્ણય
કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી અપાશે નહીં :કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે નિર્ણય લેવાયો

પશ્ચિમ બંગાળમાં જીતની ઉજવણી પર રોક લગાવવામાં આવી છે. રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી દરમિયાન ચૂંટણી આયોગે જીતની ઉજવણીમાં રેલીઓ અને જુલસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય કેમ લગાવવામાં આવ્યો છે તેની પાછળના પણ ઘણા કારણો છે.
પશ્ચિમ બંગાળમાં મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ જીતની ઉજવણી માટે રેલીઓની મંજૂરી આપવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે પરિણામો જાહેર થયા પછી કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-
વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો સમયસર મતગણતરી કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે, કમિશન આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એજન્ટો કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાના મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે. 4 મે, 2026ના રોજ મત ગણતરીના દિવસે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સખત પ્રતિબંધ છે.તાજેતરના અહેવાલો અને વહીવટી આદેશો અનુસાર, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
