<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

કાર પ્રવાસ વધુ સુરક્ષિત બનશેઃ સરકારે ઓટોમેટિક બ્રેકિંગ, લેન કીપિંગ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્‍ટમ માટે જાહેર કર્યા નવા નિયમો

કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ્‍સ રૂલ્‍સમાં સુધારા માટે ડ્રાફટ નોટિફિકેશન જારીઃ ૧ ઓક્‍ટોબર ૨૦૩૦થી નવા મોડેલોમાં ઓટોમેટિક બ્રેકિંગ અને ૨૦૨૭ થી ૨૦૩૨ દરમિયાન તબક્કાવાર સુરક્ષા ધોરણો લાગુ થશે (ન્‍યૂઝફર્સ્‍ટ)

નવી દિલ્‍હી (ન્‍યૂઝફર્સ્‍ટ): સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા વાહનોની સલામતી વધુ સઘન અને આધુનિક બનાવવા માટે કેન્‍દ્રીય મોટર યાન નિયમાવલી, ૧૯૮૯ માં મહત્‍વપૂર્ણ સંશોધનો કરતો ડ્રાફટ જારી કરવામાં આવ્‍યો છે. આ પ્રારૂપ નિયમો અંગે સરકારે જાહેર જનતા પાસેથી ૩૦ દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવ્‍યા છે.

ઓટોમેટિક બ્રેકિગ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓઃ નવા પ્રસ્‍તાવ મુજબ, એમ-૧ (M1) શ્રેણીના વાહનોમાં અદ્યતન આપત્તીજન્‍ય બ્રેકિગ પ્રણાલી (AEBS - Advanced Emergency Braking System) ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિયમ નવા મોડેલોના મામલે ૧ ઓક્‍ટોબર ૨૦૩૦ કે ત્‍યારબાદ અને તમામ મોડેલોના મામલે ૧ ઓક્‍ટોબર ૨૦૩૨ કે ત્‍યારબાદ નિર્મિત વાહનો માટે અમલી બનશે. આ ઉપરાંત ૧ ઓક્‍ટોબર ૨૦૨૮ કે ત્‍યારબાદ નિર્મિત જે વાહનોમાં આ પ્રણાલી સ્‍થાપિત હશે, તેમણે સમયાંતરે સંશોધિત એઆઈએસ-૧૮૫ (AIS-185) ના ધોરણોનું પાલન કરવાનું રહેશે.

પરિવહન વાહનો અને ટેક્‍સીઓ માટે કડક નિયમોઃ ટેક્‍સીઓ અને પરિવહન વાહનોની સલામતી વધારવા માટે ૧ ઓક્‍ટોબર ૨૦૨૯ થી વિશેષ જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. આ વાહનોમાં કટોકટી લેન કીપિગ પ્રણાલી (ELKS) - એઆઈએસ-૧૯૧ (AIS-191) અને સ્‍વચાલિત નિર્દેશ-આધારિત સ્‍ટીયરિગ કાર્યક્ષમતા (CSF) - એઆઈએસ-૧૯૩ (AIS-૧૯૩) ફિટ કરવાની રહેશે. તેમજ ૧ ઓક્‍ટોબર ૨૦૨૭ કે ત્‍યારબાદ નિર્મિત એમ-૧ શ્રેણીના વાહનો અને ૧ ઓક્‍ટોબર ૨૦૨૯ પછી રજીસ્‍ટર્ડ થનાર પરિવહન વાહનોમાં ચાલક ઉંઘાડાપણ અને સજાગતા ચેતવણી પ્રણાલી (Driver Drowsiness and Attention Warning System - AIS-184) ફરજિયાતપણે ફિટ કરવામાં આવશે.

સ્‍ટીયરિગ, બાળ સુરક્ષા અને સામાન રાખવાના ધોરણોઃ વાહનોના સ્‍ટીયરિગ ધોરણોમાં ફેરફાર કરતા ૧ ઓક્‍ટોબર ૨૦૨૭ કે ત્‍યારબાદ નિર્મિત (ટ્રાયસિકલ, મોટરસાઇકલ અને ઇનવૈલિડ કેરેજ સિવાયના) તમામ મોટર વાહનોનું સ્‍ટીયરિગ સંચાલન એઆઈએસ-૧૯૩ (AIS-193) મુજબ રહેશે. આ ઉપરાંત, બાળ સુરક્ષા માટે આઈસોફિક્‍સ (ISOFIX) ચાઇલ્‍ડ સેફટી એન્‍કરેજ અને આઈ-સાઇઝ સીટીંગ પોઝિશન (AIS-182) ના નિયમો નવા મોડેલો માટે ૧ ઓક્‍ટોબર ૨૦૨૭ અને તમામ મોડેલો માટે ૧ ઓક્‍ટોબર ૨૦૨૮ થી અમલી બનશે. વાહનોમાં સામાન સુરક્ષિત રાખવાના નિયમો (AIS 15546: 2005) પણ ૨૦૨૮ સુધીમાં તબક્કાવાર અમલમાં આવશે.

(11:20 AM IST)