તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
સંભલમાં રક્તપાત: ઈ-રિક્ષાને બચાવવા જતાં ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાતા પંચપ્રાણ હણાયા, ચાર ગંભીર
આગ્રા-મુરાદાબાદ નેશનલ હાઈવે પર મોતનું તાંડવ; એક જ પરિવારના માસૂમ બાળકો સહિતના સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

બહજોઈ : રવિવારે સવારે ૮:૦૦ વાગ્યે આગ્રા-મુરાદાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહજોઈથી ત્રણ કિલોમીટર દૂર બામનેટા ગામ પાસે એક અનિયંત્રિત ઈ-રિક્ષાને બચાવવા જતાં કાંકરી ભરેલી ટ્રક સાથે ટેમ્પો ભીષણ રીતે અથડાતા પાંચ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ભયાનક અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે મુસાફરોથી ભરેલો ટેમ્પો બહજોઈથી ચંદૌસી તરફ જઈ રહ્યો હતો. અચાનક સામે આવેલી ઈ-રિક્ષાને બચાવવાના પ્રયાસમાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાંકરી ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પણ કાબુ ગુમાવીને રોડ પર જ પલટી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ ત્રાસદાયક દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં બહજોઈના માઉ કાથેર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી દીપક ઉર્ફે આરાધ્યા, તેમની પત્ની ભાવના, ભાઈ પુનીત તથા તેમની ત્રણ મહિનાની માસૂમ પુત્રી અને આઠ વર્ષનો પુત્ર ધ્રુવ ચંદૌસી જઈ રહ્યા હતા ત્યારે આ પરિવાર પર કાળનો આઘાત તૂટી પડ્યો હતો. આ ઉપરાંત, બહજોઈના મોહલ્લા કુરેશીયાનના રહેવાસી રૂવેદ અને અન્ય એક અજાણ્યા પુરુષનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી રોહિણીએ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
સ્થાનિક પોલીસ પ્રશાસન અને રાહત ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોના શબને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને હાઈવે પર ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરીને આ માને કેવા સંજોગોમાં અકસ્માત થયો તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
