<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

બેંગલુરુમાં BLA વિરુદ્ધ બનાવટી સહીઓ સાથે ફોર્મ-7 સબમિટ કરવા બદલ કેસ દાખલ

કોંગ્રેસ નેતા અનૂપ આયંગરની ફરિયાદના આધારે BLA-2 દીપક સિંહ વિરુદ્ધ ફરિયાદ : મતદાર યાદીમાંથી નામ દૂર કરવા માટે બનાવટી સહીઓ સાથે 136 ફોર્મ-7 સબમિટ કરવા બદલ કેસ

બેંગ્લુરુ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે કર્ણાટકની રાજધાની બેંગલુરુના સુબેદાર પાલ્યા વિસ્તારમાં બૂથ લેવલ એજન્ટ (BLA) વિરુદ્ધ મતદાર યાદીમાંથી નામ દૂર કરવા માટે બનાવટી સહીઓ સાથે 136 ફોર્મ-7 સબમિટ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

   પોલીસે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા અનૂપ આયંગરની ફરિયાદના આધારે BLA-2 દીપક સિંહ વિરુદ્ધ 5 ઓક્ટોબરના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દીપક સિંહ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલા છે. જોકે, FIRમાં સિંહના કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાણનો ઉલ્લેખ નથી.

(7:23 PM IST)