<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

કરદાતાએ માહિતી છૂપાવી હોવાનું પુરાવા સહિત સ્‍પષ્ટ થાય ત્‍યારે જ કેસ રિઓપન થશે

નવા પુરાવાઓ વિના આકારણી થઈ ગયેલા કેસોને રિ-ઓપન નહિ કરી શકાય : આકારણીના કિસ્‍સાઓમાં કરદાતાઓને પરેશાન કરવા માટે સુધારાઓ અને ફેરફાર કરાતા હોવાનું જણાતા ટ્રિબ્‍યુનલનો નિર્ણય

નવી દિલ્‍હી,તા.૨૪: કરદાતાએ મૂળ એસેસમેન્‍ટ વખતે તમામ હિસાબો, બેલેન્‍સ શીટ અને દસ્‍તાવેજો પ્રામાણિકપણે રજૂ કરી દીધા હોય અને આવકનેરા અધિકારીએ તે તપાસીને ઓર્ડર પાસ કરી દીધો હોય, તો તે જ જૂના દસ્‍તાવેજોના આધારે વર્ષો પછી ફરીથી નોટિસ આપીને આવકવેરા અધિકાર નવેસરથી આકારણી કરવા માટે કેસ ખોલી શકે જ નહિ.

આ નિર્ણય સાથે જ અધિકારીઓ દ્વારા અભિપ્રાય બદલાતા આકારણીના કેસ રિઓપન કરવા પર અંકુશ આવી જશે. માત્ર શંકાને આધારે પણ કેસ રિઓપન કરી શકાશે નહિ. ઘણીવાર આકારણી અધિકારી બદલાય ત્‍યારે નવા અધિકારીને એવું લાગે છે કે જૂના અધિકારીએ અમુક મુદ્દે કર લગાવવો જોઈતો હતો. કાયદા મુજબ, રિએસેસમેન્‍ટની સત્તા એ ભૂલ સુધારવા કે રિવ્‍યુ કરવા માટે નથી. માત્ર વિચાર બદલાવાથી કે અર્થઘટન બદલાવાથી કેસ ફરી ખોલી શકાય નહીં. કરદાતાએ અગાઉ માહિતી છુપાવી હોવાનું પુરાવા સહિત થાય ત્‍યારે જ કેસ રિઓપન કરી શકાશે. આમ કોર્ટે ઓડિટ ઓબ્‍જેક્‍શન આધારિત રિએસેસમેન્‍ટ રદ કરવાનું પસંદ કર્યું છે. આવકવેરા વિભાગ દ્વારા ઘણીવાર અગાઉ પૂર્ણ થઈ ગયેલા એસેસમેન્‍ટ-આકારણીના કેસ ફરીથી ખોલીને કરદાતાઓને માનસિક તાણ વધારવાની અને કરદાતાઓના સમયનો બગાડવાનું અને બિનજરૂરી કાયદાકીય ખર્ચનો બોજો વધારવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી કોર્ટઆકારણી અધિકારીઓનો ઉપડો લીધો છે. તેખી કોર્ટે તેના પર બ્રેક લગાવી છે. પરિણામે આવકવેરા અધિકારીઓ દ્વારા આવકવેરા ધારાની કલમ ૧૪૭ અને ૧૪૮ હેઠળ પુનઃ મૂલ્‍યાંકન પર આ સાથે જ બ્રેક લાગી શકે છે. આકારણીનો કેસ રિઓપન કરવા માટે નવા નક્કર પુરાવા હોવા જરૃરીહોવાનું સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે. પરિણામે એકવાર કર ભરી દીધા પછી અને આકારણી પૂર્ણ થયા પછી કરદાતા નિヘતિ રહી શકે છે. કોઈ નવી બાબત બહાર ન આવે ત્‍યાં સુધી તેમનો જૂનો કેસ ફરી ખુલશે નહીં. કારણ કે સમાન તથ્‍યો અને અને રેકોર્ડના આધારે થતું આવકવેરા રિએસેસમેન્‍ટ કાયદેસર રીતે અમાન્‍ય ઠેરવી દેવામાં આવ્‍યું છે. આવકવેરા કાયદાની કલમ ૧૪૭ અને ૧૪૮ હેઠળ એસેસિગ ઓફિસરને મળેલી સત્તા હેઠળ અધિકારીને લાગે કે કોઈ કરદાતાની આવક કર આકારણીમાંથી છટકી ગઈ છે તો જ તેઓ તે વર્ષનો કેસ ફરીથી ખોલી શકે છે. હા, તેના માટે નવા પુરાવાઓ તેમણે મૂકવા પડશે. ત્‍યારબાદ જ કેસપુનઃઆકારણી માટેરિઓપન થઈ શકશે. કોર્ટ અને ટ્રિબ્‍યુનલના સ્‍થાપિત સિદ્ધાંતો અનુસાર ઈન્‍કમ ટેક્‍સ કમિશનરવિ. કેલ્‍વિનેટર ઓફ ઈન્‍ડિયા લિમિટેડના સુપ્રીમ કોર્ટના સીમાચિホરૂપ ચુકાદામાં પણ ઠરાવાયું છેકે આકારણી અધિકારી પાસે પુનઃઆકારણી કરવાની સત્તા ચોક્કસ છે, પરંતુ રિવ્‍યુ એટલે કે કેસની પુનઃસમીક્ષા કરવાની સત્તા જ નથી. એકવાર જે રેકોર્ડ પર વિચાર કરીને નિર્ણય લેવાઈ ગયો હોય, તેના પર માત્ર અભિપ્રાય બદલાવાના કારલે ફરીથી કાર્યવાહી થઈ શકે નહીં. કરદાતાની જવાબદારી માત્ર તમામ સાચા અને પ્રાથમિક તથ્‍યો રજૂ કરવાની છે. તે તથ્‍યઓ પરથી કયું કાયદાકીય તારણ કાઢવું તે અધિકારીનું કામ છે. અધિકારીની ભૂલ કે અલગ અર્થઘટનનો બોજ કરદાતા પર નાખી શકાય નહીં.

(1:36 PM IST)