હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવેમ્બરમાં બેંકિંગ કામકાજ પતાવતા પહેલાં સાવધાન: તહેવારો અને રજાઓને કારણે વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ
આરબીઆઈ (RBI) દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી: દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, છઠ્ઠ પૂજા અને ગુરુ નાનક જયંતી જેવા મોટા તહેવારો પર કામકાજ પ્રભાવિત થશે; ડિજિટલ સેવાઓ કાર્યરત રહેશે.

નવી દિલ્હી: નવેમ્બર ૨૦૨૬ના મહિનામાં જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામકાજ પતાવવાનું હોય, તો શાખા પર જતાં પહેલાં રજાઓનું ટાઈમટેબલ તપાસવું ખૂબ જ જરૂરી બનશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની અધિકૃત યાદી અનુસાર, નવેમ્બર મહિનામાં દેશના વિવિધ રાજ્યોમાં તહેવારો, પ્રાદેશિક ઉત્સવો અને સાપ્તાહિક રજાઓને મળીને બેંકોમાં કામકાજ બંધ રહેશે.
રાજ્યવાર તહેવારોની મુખ્ય રજાઓની વિગત:
૯ નવેમ્બર (દિવાળી / લક્ષ્મી પૂજન / ગોવર્ધન પૂજા): ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ચંડીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
૧૦ નવેમ્બર (બલિપ્રતિપદા / ગોવર્ધન પૂજા / વિક્રમ સંવત નૂતન વર્ષ): ગુજરાત (અમદાવાદ), મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.
૧૧ નવેમ્બર (ભાઈબીજ / ભ્રાતૃદ્વિતીયા / ચિત્રગુપ્ત જયંતી): સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંકિંગ કામકાજ સ્થગિત રહેશે.
૧૩ નવેમ્બર (વાંગલા ફેસ્ટિવલ): મેઘાલય (શિલોંગ) ખાતે પ્રાદેશિક રજા.
૧૬ નવેમ્બર (છઠ્ઠ પૂજા - સૂર્ય ષષ્ઠી): બિહાર અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
૨૦ નવેમ્બર (ઈગાસ-બગવાલ): ઉત્તરાખંડમાં બેંકોમાં રજા.
૨૩ નવેમ્બર (સેંગ કુટ સ્નેમ): મેઘાલયમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે.
૨૪ નવેમ્બર (ગુરુ નાનક જયંતી / કાર્તિક પૂર્ણિમા): દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
૨૭ નવેમ્બર (કનાકદાસ જયંતી): કર્ણાટકમાં રજા.
સાપ્તાહિક રજાઓ:
તહેવારો ઉપરાંત, ૧૪ નવેમ્બર (બીજો શનિવાર), ૨૮ નવેમ્બર (ચોથો શનિવાર) તેમજ તમામ રવિવારોના રોજ દેશભરની તમામ બેંકો નિયમાનુસાર બંધ રહેશે.
ગ્રાહકો માટે મહત્વની માહિતી:
બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને કોઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. ઓનલાઈન ગૂગલ પે/યુપીઆઈ (UPI), નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને એટીએમ (ATM) સેવાઓ ચોવીસે કલાક કાર્યરત રહેશે. જોકે, ચેક ક્લિયરિંગ, રોકડ જમા-ઉપાડ (શાખા પર) અને લોન સંબંધિત કામકાજ માટે ગ્રાહકોએ બેંક શેડ્યૂલ ધ્યાનમાં રાખીને જ પોતાનું આયોજન કરવું હિતાવહ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
