તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
NEET-UG પેપર-લીક કેસની તપાસ માટે સીબીઆઈના લાતુરમાં ધામા : હંગામી ઓફિસ ખોલી
રોપી પી. વી. કુલકર્ણી અને શિવરાજ મોઠેગાવકરની પૂછપરછ બાદ હવે CBI દ્વારા આ કેસમાં સંડોવાયેલા આરોપીઓનો આર્થિક વ્યવહાર ક્યાં અને કોની સાથે થયો એની તપાસ

નવી દિલ્હી : સમગ્ર દેશમાં હોબાળો મચાવનારા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા શનિવારે લાતુરમાં ગવર્નમેન્ટ રેસ્ટ હાઉસમાં હંગામી ઑફિસ ઊભી કરવામાં આવી હતી. આ કેસના આરોપી પી. વી. કુલકર્ણી અને શિવરાજ મોઠેગાવકરની પૂછપરછ બાદ હવે CBI આ કેસમાં સંડોવાયેલા આરોપીઓનો આર્થિક વ્યવહાર ક્યાં અને કોની સાથે થયો હતો એની તપાસ ચાલી રહી છે.
આર્થિક વ્યવહારના છેડા ક્યાં સુધી પહોંચે છે એ જાણવાનો પ્રયાસ CBI કરી રહી છે.
શનિવાર બાદ સતત બીજા દિવસે રવિવારે પણ CBIએ લાતુરમાં મુકામ રાખ્યો હતો, જેનું કારણ આ કેસના આરોપીઓ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પૅનલના સભ્ય, રિટાયર્ડ પ્રોફેસર પી. વી. કુલકર્ણા, RCC કોચિંગ ક્લાસિસના સંસ્થાપક શિવરાજ મોઠેગાવકર તથા ડૉક્ટર મનોજ શિરૂરેની પૂછપરછ બાદ મળેલી માહિતીના આધારે CBIએ પોતાની તપાસની દિશા હવે આર્થિક વ્યવહાર તરફ વાળી છે. પૈસા ક્યાં-ક્યાંથી મેળવ્યા, કોને આપ્યા અને કુલ કેટલા રૂપિયાની લેવડદેવડ થઈ એની તપાસ માટે એણે લાતુરમાં પોતાનો મુકામ રાખ્યો છે.
શનિવારે CBIના ૮ અધિકારીઓએ લાતુરના પ્રસિદ્ધ RCC કોચિંગ ક્લાસિસની હેડ ઑફિસ પર રેઇડ પાડી હતી અને ત્રણથી ૪ કલાક સુધી તપાસ કરી હતી, જે દરમ્યાન તેમને મહત્ત્વના ડિજિટલ પુરાવા તથા અમુક દસ્તાવેજો મળ્યા હતા.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
