<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

સીબીઆઈની હાઈકોર્ટમાં દલીલ :કહ્યું - અરવિંદ કેજરીવાલના આરોપો ન્યાયતંત્રને બદનામ કરવાનું કાવતરું

-સીબીઆઈએ હાઈકોર્ટને જણાવ્યું દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માને હટાવવાની અરવિંદ કેજરીવાલની માંગ પર સીબીઆઈએ પોતાની દલીલો દાખલ કરી

 

નવી દિલ્હી :સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં પોતાની લેખિત દલીલો રજૂ કરી છે. સીબીઆઈનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલના આરોપો ન્યાયાધીશ સ્વર્ણ કાંતા અને ન્યાયતંત્રને બદનામ કરવાનું કાવતરું છે. તેમની માંગણીને માન્ય રાખવાથી સંસ્થાની પ્રતિષ્ઠા સાથે ચેડા થશે.

  અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના જવાબમાં, સીબીઆઈએ કહ્યું છે કે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માના પુત્ર અને પુત્રી કેન્દ્ર સરકારના વકીલોની પેનલનો ભાગ છે પરંતુ તેઓ એક્સાઇઝ પોલિસી કેસની સુનાવણી સાથે કોઈપણ રીતે સંકળાયેલા નથી.

   સીબીઆઈએ એમ પણ કહ્યું કે જસ્ટિસ શર્માના પુત્ર ઈશાન શર્મા 2022 થી કેન્દ્ર સરકારની પેનલમાં છે, જ્યારે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમને તાજેતરમાં પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે

   સીબીઆઈનું કહેવું છે કે જો અરવિંદ કેજરીવાલની દલીલ સ્વીકારવામાં આવે કે જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને તેમના બાળકો કેન્દ્ર સરકારની પેનલમાં હોવાથી કેસમાંથી દૂર રાખવા જોઈએ, તો એવા તમામ ન્યાયાધીશો જેમના સંબંધીઓ સરકારની પેનલમાં છે અને સરકારી કે રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા કેસોમાં કેસની સુનાવણીમાંથી દૂર કરવા પડશે.

અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને સુનાવણીમાંથી દૂર કરવામાં આવે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ સુનાવણી પૂર્ણ કરી છે અને પોતાનો આદેશ અનામત રાખ્યો છે. કેજરીવાલે કહ્યું, "જસ્ટિસ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ઓલ ઈન્ડિયા એડવોકેટ્સ કાઉન્સિલના કાર્યક્રમોમાં પણ ચાર વખત હાજરી આપી ચૂક્યા છે, જે તેમની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કરે છે."

કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો કે જસ્ટિસ સ્વર્ણકાન્તાના બાળકો કેન્દ્ર સરકાર માટે સરકારી વકીલ છે અને તુષાર મહેતા હેઠળ કામ કરે છે. તો, તેમની પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

(12:30 AM IST)