તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ઉજવણી ફાઇવ-સ્ટાર હોટેલ નહીં, સામાન્ય બેઝમેન્ટ હોલમાં યોજાઈ હતી,વાતચીત- ફીડબેક સેશન હતું : CJPની સ્પષ્ટતા
બેઠકનો મુખ્ય હેતુ અન્ય રાજ્યોમાંથી આવેલા અને 37 દિવસ સુધી રસ્તા પર રહીને આંદોલનમાં સંઘર્ષ કરનારા 150 થી 200 જેટલા વોલન્ટિયર્સનું સન્માન કરવાનો હતો

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસે પાર્ટીના સ્વયંસેવકોની ઉજવણી અને ડાન્સના વાઇરલ વીડિયો પર ઉઠેલા સવાલોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટતા કરી છે કે આ ઉજવણી કોઈ ફાઇવ-સ્ટાર હોટેલમાં નહોતી, પરંતુ બે-ત્રણ સ્ટાર જેવી સામાન્ય બેઝમેન્ટ હોલમાં યોજાઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય હેતુ અન્ય રાજ્યોમાંથી આવેલા અને 37 દિવસ સુધી રસ્તા પર રહીને આંદોલનમાં સંઘર્ષ કરનારા 150 થી 200 જેટલા વોલન્ટિયર્સનું સન્માન કરવાનો અને તેમનો આભાર વ્યક્ત કરવાનો હતો. સોશિયલ મીડિયા પર માત્ર ઉજવણીના દ્રશ્યો વાઇરલ થયા છે, પરંતુ તે પહેલાં તમામ સ્વયંસેવકો સાથે હૃદયપૂર્વકની વાતચીત અને ફીડબેક સેશન યોજાયું હતું.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
