તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
આકાશી નજારો: આજથી એક મહિના સુધી અવકાશમાં જોવા મળશે 'ડેલ્ટા-એકવેરીફુસ' ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો
પ્રતિ કલાક જોવા મળશે ઉલ્કાઓનો વરસાદ; ૨૯ થી ૩૧ જુલાઈ દરમિયાન આકાશમાં સર્જાશે સૌથી ભવ્ય અને રોમાંચક અવકાશી ઘટના

નવી દિલ્હી/અમદાવાદ: ચાલુ જુલાઈ મહિનાના અંતિમ તબક્કે સમગ્ર વિશ્વના અવકાશ પ્રેમીઓ માટે એક અત્યંત અદભૂત અને રોમાંચક અવકાશી ઘટના આકાર લઈ રહી છે. વર્ષ ૨૦૨૬ની ખાસ 'ડેલ્ટા-એકવેરીફુસ' (Delta Aquariids) ઉલ્કાવર્ષાનો આજથી એટલે કે ૧૮ જુલાઈથી પ્રારંભ થઈ રહ્યો છે. આ આકાશી ઘટના આગામી ૨૧ ઓગસ્ટ સુધી સતત એક મહિના સુધી ચાલુ રહેશે, જે રાત્રિના સમયે આકાશને એક વિશિષ્ટ પ્રકારના પ્રકાશથી ઝળહળતું કરી દેશે.
શું છે આ ડેલ્ટા-એકવેરીફુસ ઉલ્કાવર્ષા?
ખગોળશાસ્ત્રીઓના મતે, આ ઉલ્કાવર્ષા દરમિયાન અવકાશમાં ઉલ્કાઓનો વરસાદ થશે. પૃથ્વી જ્યારે આકાશગંગામાં રહેલા ધૂળ અને બરફના કણોના પટ્ટામાંથી પસાર થાય છે, ત્યારે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સળગી ઉઠે છે અને આકાશમાં તેજસ્વી પ્રકાશના લીસોટા દેખાય છે, જેને આપણે 'તારા ખરવા' તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉલ્કાવર્ષા ડેલ્ટા-એકવેરીયસ નક્ષત્રમાંથી ઉદ્ભવતી હોવાથી તેને 'ડેલ્ટા-એકવેરીફુસ' નામ આપવામાં આવ્યું છે.
ક્યારે જોવા મળશે સૌથી ભવ્ય દ્રશ્યો?
જોકે આ ઉલ્કાવર્ષા એક મહિના સુધી ચાલવાની છે, પરંતુ તેની અસર સૌથી વધુ જુલાઈ મહિનાના અંતમાં જોવા મળશે. ખાસ કરીને ૨૯, ૩૦ અને ૩૧ જુલાઈના દિવસો દરમિયાન આ ઉલ્કાવર્ષા તેના ચરમસીમા પર હશે. આ દિવસો દરમિયાન રાત્રિના સમયે આકાશમાં પ્રતિ કલાકે અનેક ઉલ્કાઓ પડતી જોવા મળી શકે છે, જે અવકાશ પ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ બની રહેશે.
કઈ રીતે નિહાળશો આ નજારો?
આ અદભૂત અવકાશી ઘટનાને નિહાળવા માટે કોઈ ખાસ ટેલિસ્કોપ કે ઉપકરણની જરૂર નથી. તેને નરી આંખે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. નિષ્ણાતોના મતે, આ દ્રશ્યનો આનંદ માણવા માટે શહેરના પ્રકાશથી દૂર, અંધારાવાળી અને ખુલ્લી જગ્યા પસંદ કરવી વધુ યોગ્ય રહેશે. મધ્યરાત્રિ પછી અને વહેલી સવારના સમયે જ્યારે આકાશ એકદમ સ્વચ્છ હોય, ત્યારે આ ઉલ્કાવર્ષાના દર્શન સૌથી વધુ સ્પષ્ટ રીતે થઈ શકશે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
