News of Friday, 3rd July 2026
'અલ નિનો' ની સંભવિત અસરોને પહોંચી વળવા માટે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ
વડાપ્રધાન મોદીએ તમામ મંત્રાલયોને આપેલા કડક નિર્દેશ બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહત્વની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી

નવી દિલ્હી :દેશમાં ચોમાસાની સિઝન અને 'અલ નિનો' ની સંભવિત અસરોને પહોંચી વળવા માટે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ મંત્રાલયોને આપેલા કડક આદેશો બાદ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક મહત્વની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં દેશભરમાં વરસાદની સ્થિતિ, અલ નિનોના કારણે ઊભા થનારા પડકારો અને ખરીફ પાકની વાવણી અંગે વિગતવાર ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલય દ્વારા દેશભરમાં એવા 252 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે, જ્યાં અલ નિનોના કારણે ઓછો વરસાદ પડી શકે છે અને કૃષિ ક્ષેત્રને માઠી અસર થઈ શકે છે. આ જિલ્લાઓમાં પરિસ્થિતિને પહોંચી વળવા અને ખેડૂતોને વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે તંત્રને અત્યારથી જ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
