News of Saturday, 14th November 2026
અનાજના સંગ્રહખોરી અને વધતા ભાવ પર લગામ કસવા કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી : તમિલનાડુ સરકાર દ્વારા ચોખા, તુવર અને અડદની દાળના સ્ટોક પર મર્યાદાઓ નિર્ધારિત કરાઈ
દેશભરના ટ્રેડર્સો, મિલરો અને જથ્થાબંધ વેપારીઓએ દર શુક્રવારે સ્ટોકની માહિતી આપવી પડશે : તમિલનાડુમાં જથ્થાબંધ વેપારીઓ માટે ચોખાની મર્યાદા ૨,૦૦૦ ટન જ્યારે તુવર અને અડદ માટે ૨૦૦ ટન નક્કી કરાઈ : વધારાનો જથ્થો ૧૬ નવેમ્બર સુધીમાં ઘટાડવા આદેશ

નવી દિલ્હી: ખાદ્ય ચીજવસ્તુઓના વધતા જતા ભાવ અને બજારમાં સંગ્રહખોરીને ડામવા માટે કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. બજાર પર સતત નજર રાખવા માટે સત્તાવાળાઓ દ્વારા સંગ્રહ-મોનિટરિંગની વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, જેથી કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરી શકાય.
કેન્દ્ર સરકાર દ્વારા સાપ્તાહિક ધોરણે સ્ટોક રિપોર્ટિંગ અનિવાર્ય:
કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર દેશભરના કઠોળના વેપારીઓ, મિલમાલિકો, જથ્થાબંધ (વ્હોલસેલર્સ) અને છૂટક વેપારીઓ (રિટેલર્સ) માટે દર શુક્રવારે પોતાના સ્ટોકનું હોલ્ડિંગ રિપોર્ટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાનો મુખ્ય હેદ્ગ કઠોળના બજારભાવ નિયંત્રણમાં રાખવાનો અને સંગ્રહખોરો પર અંકુશ મેળવવાનો છે.
તમિલનાડુમાં ચોખા અને કઠોળના સ્ટોક માટે સ્પષ્ટ મર્યાદાઓ લાગુ:
તમિલનાડુ સરકાર દ્વારા રાજ્યમાં કિંમતોને સ્થિર રાખવા માટે સંગ્રહ મર્યાદા (સ્ટોક લિમિટ) નક્કી કરવામાં આવી છે. આ નિયમો અનુસાર ચોખા અને ડાંગર માટે જથ્થાબંધ વેપારીઓ મહત્તમ ૨,૦૦૦ ટન અને પ્રત્યેક રિટેલ આઉટલેટ ૮ ટન સુધીનો જથ્થો રાખી શકશે. આ પ્રતિબંધો ચોખા માટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે.
બીજી તરફ, તુવર દાળ અને અડદની દાળ માટે જથ્થાબંધ વેપારીઓ દરેક વિવિધતાના મહત્તમ ૨૦૦ ટન સુધીનો સ્ટોક રાખી શકશે, જ્યારે છૂટક વેપારીઓ માટે આ મર્યાદા ૫ ટન સુધીની નક્કી કરવામાં આવી છે. કઠોળ પરના આ નિયમો ૧૩ નવેમ્બરથી આગામી ત્રણ મહિના સુધી લાગુ રહેશે.
અમલીકરણ માટેની સમયમયાદા અને કડક પાલન:
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ નિયત મર્યાદા કરતાં વધુ સ્ટોક ધરાવતા વેપારીઓએ આગામી ૧૬ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં પોતાનો વધારાનો જથ્થો નિયમ અનુસાર ઘટાડી દેવાનો રહેશે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્ર દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
