તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
CBSE વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી: ચેરમેન રાહુલસિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક બદલી
સંસદની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં CBSEના ચેરમેન અને સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરીનો ભારે ઉધડો લેવાયો હતો. કમિટીએ આ બંને ઉચ્ચ અધિકારીઓને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા.

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા CBSE મામલે મોટું એક્શન લીધું છે. દેશમાં ભારે વિરોધ અને વિવાદો બાદ મોદી સરકારે તાત્કાલિક અસરથી CBSEના ચેરમેન રાહુલસિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તાની બદલી કરી દીધી છે. આ સાથે જ બોર્ડ દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ સેવાઓની ખરીદીમાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે એક વિશેષ સમિતિની પણ રચના કરવામાં આવી છે. મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારનો આ એક અત્યંત મહત્ત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રાલયની સંસદની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે CBSEના ચેરમેન અને સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરીનો ભારે ઉધડો લેવામાં આવ્યો હતો. કમિટીએ આ બંને ઉચ્ચ અધિકારીઓને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા.
કમિટીના અધ્યક્ષ દિગ્વિજય સિંહે ચેરમેનને આકરા સવાલો પૂછતા કહ્યું હતું કે, "પેપર ચકાસણીની નવી પ્રક્રિયા લાગુ કરવામાં આટલી બધી ઉતાવળ કેમ કરવામાં આવી? શું પૂરતી તૈયારીઓ સાથે તેને એક વર્ષ પછી લાગુ નહોતી કરી શકાતી? તમે બાળકોના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે!" દિગ્વિજયસિંહે વધુમાં ઉમેર્યું કે તેઓ આ મામલે કેટલાક સવાલો લેખિતમાં આપશે અને તે તમામના સચોટ જવાબો અધિકારીઓએ આપવા પડશે.
આ કમિટીની બેઠકમાં એક વિદ્યાર્થીને પણ ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યો હતો. તે વિદ્યાર્થીએ CBSEના ચેરમેન અને સેક્રેટરીની હાજરીમાં જ નવી સિસ્ટમની અનેક મોટી ખામીઓ અને નબળાઈઓ ખુલ્લી પાડી દીધી હતી. આ બાબત પર ભાજપના સાંસદ ભીમસિંહે અધિકારીઓ પર કટાક્ષ કર્યો હતો કે, "જો તમારાથી આ કામ સરખી રીતે ન થતું હોય, તો આ વિદ્યાર્થીને જ તમારા આસિસ્ટન્ટ બનાવી લો, તે તમારું કામ ઘણું સરળ કરી દેશે."
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
