હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલની નિકાસડ્યૂટી સંપૂર્ણ નાબૂદ, ડીઝલ અને વિમાની ઈંધણ ઉપર ટેક્સ વધારાયો
પેટ્રોલની નિકાસ ઉપરનો રૂ. ૨.૫૦નો ટેક્સ શૂન્ય થયો : ડીઝલની નિકાસડ્યૂટી રૂ. ૧૧.૫૦ અને એટીએફની રૂ. ૧૧ પ્રતિ લિટર : સ્થાનિક પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો ફેરફાર નહીં

નવી દિલ્હી, તા. ૧ : દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ ઉપરના કરવેરામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નાણાં મંત્રાલયે પેટ્રોલની નિકાસ ઉપર લાગતી વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યૂટી સંપૂર્ણપણે નાબૂદ કરી છે. અત્યાર સુધી પેટ્રોલની નિકાસ ઉપર પ્રતિ લિટર રૂ. ૨.૫૦ની ડ્યૂટી લાગતી હતી, જે હવે શૂન્ય કરવામાં આવી છે.
બીજી તરફ ડીઝલની નિકાસડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૮.૫૦થી વધારી રૂ. ૧૧.૫૦ કરવામાં આવી છે, જ્યારે વિમાની ઈંધણ એટીએફ ઉપરની ડ્યૂટી રૂ. ૧૦.૫૦થી વધારી રૂ. ૧૧ કરવામાં આવી છે. નવા દરો ૩૧ ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.
પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ બજારની અનિશ્ચિતતા વચ્ચે સરકારે માર્ચ મહિનામાં નિકાસ ઉપર વિશેષ ડ્યૂટી લાગુ કરી હતી. દર પખવાડિયે તેની સમીક્ષા કરવામાં આવે છે. મહત્વનું છે કે આ ફેરફાર માત્ર નિકાસને લાગુ પડે છે. દેશના પેટ્રોલપંપ ઉપર વેચાતા પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં આ નિર્ણયથી કોઈ ફેરફાર થયો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
