<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વીજળી સંગ્રહ માટે કેન્દ્ર સરકારની રૂ. ૧૪,૫૦૦ કરોડની યોજનાને મંજૂરી

દેશમાં ૯૨ ગીગાવોટ-કલાક વીજળી સંગ્રહ ક્ષમતા વિકસાવવાનો નિર્ણય : નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને મોટો લાભ

નવી દિલ્હી:કેન્દ્ર સરકારે દેશમાં મોટા પાયે વીજળી સંગ્રહની વ્યવસ્થા વિકસાવવા રૂ. ૧૪,૫૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હોવાનું જણાવાયું છે.

યોજના હેઠળ ૯૨ ગીગાવોટ-કલાકની વીજળી સંગ્રહ ક્ષમતા વિકસાવવા નાણાકીય સહાય આપવામાં આવશે. સૌર અને પવન ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાય તે માટે આ યોજના મહત્વપૂર્ણ ગણાય છે. 

(7:56 PM IST)