તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન' અમલી, દેશભરના રાજ્યોને ૨૫ હજાર કરોડથી વધુની સહાય ફાળવાઈ
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યોના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી સમીક્ષા; ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે સરકારની નવી પહેલ

નવી દિલ્હી:ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસ અને રોજગારની તકોને નવી ગતિ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' (VB-G RAM G Act, 2025) નો ૧ જુલાઈ, ૨૦૨૬થી વિધિવત અમલ શરૂ થઈ ગયો છે. આ મહત્વકાંક્ષી કાયદાના અમલીકરણના પ્રથમ તબક્કે જ કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ માટે મોટી નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મિશનના સફળ અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કાયદો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના સર્જન અને આજીવિકાના સાધનોને મજબૂત બનાવવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. મિશનના પ્રારંભ સાથે જ, કેન્દ્રીય મંત્રીએ દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમની પ્રથમ હપ્તા (મધર સેન્ક્શન) તરીકે ફાળવણી કરી છે. આ નાણાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ મહત્વપૂર્ણ યોજનાની ગતિ અને પારદર્શિતા જાળવી રાખવા માટે શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ મિશનના અમલીકરણની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સક્રિય બને અને નક્કી કરાયેલા લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે.
આ મિશન દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકો માટે રોજગારીની સુરક્ષા અને ટકાઉ આજીવિકાના સાધનો ઉભા કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી વડાપ્રધાનના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરી શકાય. આગામી સમયમાં આ મિશનના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રમાં મોટો બદલાવ આવવાની અપેક્ષા સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
