તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
શાંતિપૂર્ણ આંદોલનકારી વિદ્યાર્થીઓની કાનૂની મદદ માટે સીજીપીની જાહેરાત : કપિલ સિબ્બલે જાહેર ફંડ માટે ₹૧ કરોડના યોગદાનની ઘોષણા કરી
દેશભરમાં ખોટા કેસોમાં ફસાયેલા પ્રદર્શનકારીઓ માટે વકીલોનું નેટવર્ક અને પોર્ટલ તૈયાર કરાશે : રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજીપી પ્રવક્તા સૌરવ દાસ સાથે યોજી પત્રકાર પરિષદ

નવી દિલ્હી: શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ પર થઈ રહેલી કાનૂની કાર્યવાહી સામે દેશના જાણીતા વરિષ્ઠ વકીલ અને અપક્ષ રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે મોટો નિર્ણય લીધો છે. નવી દિલ્હી ખાતે સીજીપી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસ સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કપિલ સિબ્બલે જાહેરાત કરી હતી કે ખોટા કેસોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિરોધ પ્રદર્શનકારીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે સીજીપી દ્વારા એક વિશેષ ફ્રેમવર્ક અને પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
પીડિતોની ટ્રેકિંગ અને વકીલોનું ડિજિટલ પોર્ટલ:
પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ નવી વ્યવસ્થા હેઠળ ક્યાં અને કયા સ્થળે ઘટના બની છે, કયા વિદ્યાર્થી કે આંદોલનકારીને અસર થઈ છે તથા તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તેનું સંપૂર્ણ ટ્રેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, પીડિતોને મદદ કરવા ઈચ્છતા વકીલોની ઓળખ કરીને એક વિશેષ વેબસાઈટ પણ બનાવવામાં આવશે. આ વેબસાઈટ પર દેશના કોઈપણ ખૂણેથી મફત કે કાનૂની સહાય આપવા માટે તૈયાર વકીલો પોતાનું નામ, સ્થળ અને તેઓ કેવા પ્રકારની મદદ કરી શકે છે તેની વિગતો નોંધાવી શકશે.
કાનૂની લડાઈ માટે ₹૧ કરોડનું ફંડ અને દેશભરના વકીલોને અપીલ:
શાંતિપૂર્ણ આંદોલનકારીઓની પડખે ઊભા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપતાં કપિલ સિબ્બલે પોતાના તરફથી આ કાનૂની લડાઈ અને ફંડ માટે ₹૧ કરોડનું વ્યક્તિગત યોગદાન આપવાની ઘોષણા કરી હતી. આ સાથે જ તેમણે સમગ્ર ભારતમાંથી અન્ય વકીલો અને નાગરિકોને પણ આ ફંડમાં આર્થિક અને કાનૂની સહયોગ આપવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં પણ કાયદાનો દુરુપયોગ કરીને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે ઝૂઠા કેસો દાખલ કરવામાં આવશે, ત્યાં સીજીપી અને તમામ સહયોગી વકીલો સમગ્ર દેશમાં તેમની સાથે મજબૂતીથી ઊભા રહેશે અને તેમને સંપૂર્ણ કાનૂની મદદ પૂરી પાડશે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
