તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
‘ચાબહાર' સંપૂર્ણ સુરક્ષિતઃ ટર્મિનલને કોઈ નુકસાન નહીં
ઈરાન ઉપર સતત અમેરિકાના હુમલાઓ વચ્ચે ભારતે મહત્વની જાહેરાત કરી

નવી દિલ્હી,તા.૧૮: અમેરિકી દળોએ ઈરાનમાં ભારતના રોકાણ હેઠળના ચાબહાર બંદર પર અનેક પુલ, પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક ટાવરને નિશાન બનાવ્યો હતો, જે ધરાશાયી થયો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારે આ હવાઈ હુમલાના અહેવાલો જોયા છે, પરંતુ ચાબહાર પોર્ટ ટર્મિનલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન થયું નથી. ચાબહારને નિશાન બનાવતી અમેરિકન સેના અને હુમલાઓની બંદરની કામગીરી પરની અસર વિશે પણ પૂછવામાં આવેલ.
યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં સતત હવાઈ હુમલાઓ વચ્ચે એક ટાવર તૂટી પડતો જોવા મળ્યો હતો.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, ભારતને ઈરાનના ચાબહાર બંદર પર યુએસ પ્રતિબંધોમાંથી છ મહિનાની છૂટ મળી હતી, જે ૨૯ એપ્રિલ સુધી માન્ય હતી.
મે મહિનામાં, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ ચાબહાર બંદરને ભારત અને ઈરાન વચ્ચેના સહયોગનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત દ્વારા વિકસિત બંદર મધ્ય એશિયા, કાકેશસ અને યુરોપ માટે સુવર્ણ પ્રવેશદ્વારઙ્ઘ બનશે.
નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, અરાઘચીએ સ્વીકાર્યું કે યુએસ પ્રતિબંધોએ ચાબહાર બંદરના વિકાસને ધીમો પાડ્યો છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે ભારત આ વ્યૂહાત્મક બંદર પર તેનું કાર્ય ચાલુ રાખશે.
આરાધચીએ કહ્યું કે ભારતની વૈશ્વિક સ્તરે સારી છબી છે અને તે આ ક્ષેત્રમાં રાજદ્વારી, શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. પર્સિયન ગલ્ફની ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ લગભગ તમામ દેશો સાથે ભારતની સારી મિત્રતા છે. તેથી, અમે આ ક્ષેત્રમાં ભારત ભજવી શકે તેવી કોઈપણ સકારાત્મક અને રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ.
અગાઉ, ભારત અને ઈરાને ચાબહાર બંદરના સંચાલન માટે ૧૦ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને ઈરાને ચાબહાર બંદરને ઈરાનના રેલ નેટવર્ક સાથે જોડવાની પણ યોજના બનાવી હતી, જેમાં ચાબહારથી ઝાહેદાન સુધી ૭૦૦ કિલોમીટરની રેલ્વે લાઇન બનાવવાની યોજના છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
