તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ચાલ્લા કિતેમ, ગોવા ‘ગોવામાં શું ચાલી રહ્યું છે?’ ‘ક્યા બોલતી પબ્લિક’ અભિયાનનો ગોવાથી પ્રારંભ : આજથી કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં લોકોના પ્રશ્નો સાંભળશે
અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસેથી પ્રશ્નો મેળવીને તેમની માંગણીઓનું દસ્તાવેજીકરણ કરવું અને સરકાર સમક્ષ રજૂ કરવાનું છે. આ કાર્યક્રમથી યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે મંચ આપવાનો પ્રયાસ : ગોવાના પંજિમ કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે ૪ વાગ્યે પ્રથમ જાહેર સંવાદ : યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો જમીન, રોજગાર, શિક્ષણ અને સલામતી સહિતના પ્રશ્નો સીધા રજૂ કરી શકશે

પણજી : કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી જનસંપર્ક અભિયાન ‘ક્યા બોલતી પબ્લિક’ની શરૂઆત આજે રવિવારે ગોવાથી કરવામાં આવી રહી છે. પંજિમ કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે ૪ વાગ્યે યોજાનારા પ્રથમ કાર્યક્રમને ‘ચાલ્લા કિતેમ, ગોવા’ નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ ‘ગોવામાં શું ચાલી રહ્યું છે?’ એવો થાય છે.
પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા આ જાહેર સંવાદમાં ઉપસ્થિત રહેવાના છે. ગોવાની સ્થાનિક નેતા આફરીન શેખના જણાવ્યા મુજબ કાર્યક્રમ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા લોકો પૂરતો મર્યાદિત નહીં હોય. જમીન સંબંધિત વિવાદો, જાહેર સલામતી, પરિવહન, રોજગાર, મજૂરોના અધિકારો અને શિક્ષણ જેવા પ્રશ્નો નાગરિકો સીધા રજૂ કરી શકશે.
અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસેથી પ્રશ્નો મેળવીને તેમની માંગણીઓનું દસ્તાવેજીકરણ કરવું અને સરકાર સમક્ષ રજૂ કરવાનું છે. આ કાર્યક્રમથી યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે મંચ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમ શરૂ થવાનો નિર્ધારિત સમય સાંજે ૪ વાગ્યાનો છે. દેશવ્યાપી અભિયાન કેટલા દિવસ ચાલશે અને ગોવા પછી કયા શહેરોમાં ક્યારે કાર્યક્રમો યોજાશે તેની સંપૂર્ણ સત્તાવાર યાદી જાહેર થયાનું જાણવા મળ્યું નથી. આજે શરૂઆત માટે માત્ર ગોવાના કાર્યક્રમની પુષ્ટિ ઉપલબ્ધ છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
