<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

હિમાચલ,જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા :પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઓડિશા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ વ્યાપક વરસાદની આગાહી

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અમે પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. 

 દિલ્હીમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ પછી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ દરમિયાન છૂટાછવાયા વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઓડિશા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

(6:37 PM IST)