હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની શકયતા
લક્ષદ્વીપમાં પણ 21 થી 26 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની અને 22 થી 26 ઓક્ટોબર વચ્ચે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના

કેરળ અને માહેમાં 21 ઓક્ટોબરે કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અંદાજ મુજબ કેરળ અને માહેમાં 21 થી 26 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. લક્ષદ્વીપમાં પણ 21 થી 26 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની અને 22 થી 26 ઓક્ટોબર વચ્ચે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશ અને યાનમમાં 21 ઓક્ટોબરે અમુક જગ્યાએ ભારે વરસાદ સાથે ગાજવીજ થશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાશે. આ ઉપરાંત દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદની આશંકા છે. તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન વરસાદનું પ્રમાણ વધી શકે છે. આ તમામ વિસ્તારોમાં રહેતા લોકો અને પ્રવાસ કરનારાઓએ સ્થાનિક ચેતવણીઓ પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
