<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

નિકાસકારો માટેનાં એક્‍સપોર્ટ પ્રમોશન મિશનના નિયમોમાં ફેરફાર

હવાઈ ભાડાની ભરપાઈ મેળવવા માટેની પાત્રતા માટે નિકાસ ટર્નઓવરની મર્યાદા જે ગત સાલનાં રૂ.૭૫ લાખથી વધારીને રૂ.૫૦ કરોડ કરવામાં આવી

નવી દિલ્‍હી,તા.૧૯: આંતરરાષ્ટ્રીય સ્‍તરે યોજાતા વેપાર કાર્યક્રમોમાં નિકાસકારોની ભાગીદારી વધારવા, બજાર એક્‍સેસ સુધારવા અને ભૌગોલિક ગેરલાભનો સામનો કરી રહેલા એમએસએમઈને ટેકો આપવા માટે સરકારે રૂ. ૨૫,૬૬૦ કરોડનાં નિકાસ પ્રમોશન મિશન પરની માર્ગદર્શિકાઓમાં ફેરફાર કર્યા હોવાનું આજે વાણિજ્‍ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્‍યું છે.

નિકાસકારોની સહભાગીતા વ્‍યાપક બનાવવા તથા ટેકો આપવા માટે વાણિજ્‍ય વિભાગે નિર્યાત દિશા સબ સ્‍કીમ હેઠળ  માલ અને પરિવહન માટે માર્કેટ એક્‍સેસ સપોર્ટ, વેપાર નિયમનો, માન્‍યતા અને પાલનની સક્ષમતા તથા લોજાિસ્‍ટિક હસ્‍તક્ષેપની માર્ગદર્શિકામાં સુધારા કર્યા છે.

બજાર એક્‍સેસ સપોર્ટ હેઠળ માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્‍યો છે જેથી ખરીદદાર-વેચાણકર્તા મીટ, વેપાર મેળા, પ્રદર્શનો અને બજાર અંકે કરવાનાં પગલાં હેઠળ હવાઈ ભાડાની ભરપાઈ મેળવવા માટેની પાત્રતા માટે નિકાસ ટર્નઓવરની મર્યાદા જે ગત સાલનાં રૂ.૭૫ લાખથી વધારીને રૂ. ૫૦ કરોડ કરવામાં આવી છે. વધુમાં સરકારે માઈક્રો અને સ્‍મોલ નિકાસકારો માટે હવાઈ ભાડાના વળતરની ટકાવારી વધારીને ૯૫ ટકા અને માન્‍યતાપ્રાપ્ત નિકાસકારો માટેની ટકાવારી ૮૦ ટકા કરી છે.

માર્કેટ એક્‍સેસ સપોર્ટ હસ્‍તક્ષેપનો મુખ્‍ય હેતુ ખરીદનાર-વેચાણકર્તાની મીટ (બાયર્સ-સેલર્સ મીટ) તથા રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ, વેપાર મેળાઓ, પ્રદર્શનો અને સંબંધિત બજાર એક્‍સેસ પહેલી જેવી પ્રવૃત્તિઓ માટે માળખાગત સહાય દ્વારા ભારતનાં નિકાસ બજાર એક્‍સેસને સક્ષમ બનાવવાનો છે.  સુધારિત માર્ગદર્શિકા હેઠળ વળતર માટે પાત્રતા પ્રમાણપત્રોની સૂચી જે ૪૬૨ હતી તે વધારીને ૬૦૦ કરવામાં આવી છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતાપ્રાપ્ત ગુણવત્તા, સલામતી અને ટેક્રિકલ આવશ્‍યકતાઓ પૂર્ણ કરવા માટે એમએસએમઈનો વ્‍યાપ મજબૂત બનાવવાનો છે.

(10:28 AM IST)