હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 1st October 2026
બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં બદલાવ
રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૦.૧૦ સુધીમાં એટલે કે ૧૦ મિનિટના ગાળામાં આ બદલાવ અનિવાર્યપણે અપડેટ કરવો દરેક બેન્ક માટે કમ્પલ્સરી રહેશે

મુંબઇ તા.૧: બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરાવનારા ખાતેદારો અને રોકાણકારો માટે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજદરોમાં પારદર્શકતા લાવવાના હેતુથી નવા નિયમો લાગુ કર્યા છે.
એમાંથી સૌથી પહેલો નિયમ છે બેન્કોની તમામ શાખાઓમાં સમાન વ્યાજદર રાખવો પડશે. બેન્કોએ એક જ તારીખે બુક કરેલી સમાન રકમની ફિક્સ્ડ ડિપોઝિટ માટે તેમની તમામ શાખાઓમાં એકસમાન વ્યાજદર આપવો પડશે.
બલ્ક ડિપોઝિટમાં પણ પારદર્શકતા આવે એ માટે વ્યાજદરની જાહેરાત બેન્ક ખૂલતાં જ રોજ સવારે ૧૦ વાગ્યે બેન્કોની સત્તાવાર વેબસાઇટ્સ પર જાહેર કરવી પડશે. રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૦.૧૦ સુધીમાં એટલે કે ૧૦ મિનિટના ગાળામાં આ બદલાવ અનિવાર્યપણે અપડેટ કરવો દરેક બેન્ક માટે કમ્પલ્સરી રહેશે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
