તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ડિલીવરીમાં ગુડ્સનો માર્ગ બદલવો ગુનો નથી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટ્રિબ્યુનલનો મોટો ચૂકાદોઃ વેપારી માટે ટ્રાન્સ્પોર્ટર્સને રાહત : રૂટ ડાયવર્ઝનના આધારે લાદવામાં આવેલી પેનલ્ટીના ઓર્ડરને પણ જીએસટી ટ્રિબ્યુનલે રદબાતલ ઠેરવ્યો : જીએસટી એક્ટની કલમ ૧૨૯ હેઠળ કરવામાં આવેલા હજારો કેસમાં કરેલી પેનલ્ટી રદ થવાનો રસ્તો ખુલ્યો

નવી દિલ્હી,તા.૬: જીએસટીના કાયદા હેઠળ માલ-સામાનના પરિવહન દરમિયાન રૂટ બદલાવા કે લાંબો રૂટ લેવાને કારણે અમકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત સામે જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલ ગુનો ગણવાનો ઇનકાર કરી દીો છે. જીએસટી ટ્રિબ્યુનલના આ ચૂકાદાને પરિણામે એક સ્થળેથી બીજે સ્થળે માલ મોકલતા વેપારીઓને મોટી રાહત મળશે.
વેપારી કે ટ્રાન્સપોર્ટર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા અન્ય શહેરમાં માલ મોકલે છે, ત્યારે જીએસટી કાયદા અનુસાર ઈ-વે બિલ અને ટેક્સ ઈન્વોઈસ સાથે રાખવું ફરજિયાત છે. આ ઈ-વે બિલમાં માલ લઈ જવાનો રૂટ દર્શાવવાનો હોતો નથી. માલ લઈ જનારે કયા રૂટ પર લઈ જવું તે સંજોગોને આધીન છે. તેણે ટૂંકો રસ્તો લીધો હોય તો પણ આગળ જતાં ટ્રાફિક જામ જોવા મળે તો તે તેના પરથી પરત ફરીને લાંબા રૂટ પર માલ લઈ જઈ શકે છે. પૂરની શક્યતાઓની વાતને ધ્યાનમાં લઈને પણ ડ્રાઈવર રૂટ બદલી શકે છે.
આમ ઘણા કિસ્સાઓમાં વાહનચાલકને રસ્તો (રૂટ) બદલવો પડે છે. તેમાં રસ્તાનું સમારકામ ચાલતુ હોવાથી કે પછી મુખ્ય હાઈવે બંધ હોવો કે ભારે ટ્રાફિક હોવા જેવા કારણો હોઈ શકે છે. તેવી જ રીતે હવામાનમાં પલટો આવતા માલની સલામતી અને વાહનની સલામતી માટે પણ તેઓ રૂટ બદલતા હોય છે. વૈકલ્પિક રૂટ પસંદ કરવો. ડ્રાઈવરને રસ્તામાં મળતા અહેવાલોને કે પછી સર્જાતી પરિસ્થિતિને આધીન છે. તેવી જ રીતે ભૂલથી કે અજાણતા અન્ય રૂટ પર વાહન વળી જવાથી પણ રસ્તો બદલાઈ જાય છે.
આ સ્થિતિનો લાભ લઈને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓની કનડગત કરે છે. તેઓ પચાસ સવાલ કરીને ડ્રાઈવર અને ટ્રકના માલિકને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે છે. ફલાઇંગ સ્ક્વોડ કે જીએસટી અધિકારીઓ વાહન રોકે છે, ત્યારે તમામ દસ્તાવેજો (ઈ-વે બિલ, બિલની રકમ, માલનો જથ્થો) યોગ્ય હોવા છતાં, માત્ર રૂટ ડાયવર્ઝન કે લાંબો રૂટ લીધો હોવાના બહાને વેપારીને ! પરેશાન કરી મૂકે છે. વેપારી પર જીએસટી અધિકારીઓ ટેક્સ ચોરી કરવાનો ઈરાદો હોવાનો આક્ષેપ પણ મૂકે છે.
જીએસટી એક્ટની કલમ ૧૨૯ હેઠળ વાહન અને માલ જપ્ત કરી લેવામાં આવે છે. વેપારીઓ પર જંગી પેનલ્ટી (દંડ) ફટકારવામાં આવે છે. આ હકીકતને ધ્યાનમાં લઈને જીએસટી ટ્રિબ્યુનલે વેપારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એપિલેટ વિહેવું છે કે કાયદામાં રૂટ નક્કી કરવાનો નિયમ જ નથી. જીએસટી એક્ટ કે કે તેના રૂલ્સ હેઠળ માલના પરિવહન માટે ચોક્કસ રૂટ જાહેર કરવાની કે તે જ રૂટ પર ચાલવાની કોઈ જોગવાઈ જ નથી. રૂટ બદલવાથી વેપારીનો કરચોરી કરવાનો ઈરાદો સાબિત થતો નથી. જો માલ સાથેના તમામ દસ્તાવેજો કાયદેસરના અને સાચા હોય, તો માત્ર રૂટ બદલાવાથી વેપારીનો ઈરાદો ટેક્સ ચોરી કરવાનો હતો તેમ માની શકાય નહીં.
રૂટ ડાયવર્ઝનના આધારે લાદવામાં આવેલી પેનલ્ટીના ઓર્ડરને ટ્રિબ્યુનલે રદબાતલ ઠેરવ્યો છે. દસ્તાવેજી પુરાવાજો ઈ-વે બિલ અને બિલ સાચાં હોય, તો
રૂટ ફેરબદલ ગુનો બનતો નથી.આ ચૂકાદા સાથે જ અધિકારીઓની મનમાની પર રોક લાગી ગયો છે. અધિકારીઓ માત્ર શંકાના આધારે જંગી દંડ વસૂલી શકશે નહીં. કાનૂની રક્ષણ પણ મળશે. હવે અપીલ કરતી વખતે આ ચૂકાદો વેપારીઓ માટે મજબૂત બચાવ બની શકશે.
જીએસટી ટ્રિબ્યુનલના આ નિર્ણયથી દેશભરના વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટી રાહત મળી છે. વ્યહવારિક કારણોસર રસ્તો બદલવો એ કોઈ ગુનો નથી અને ટેક્સ ચોરીનો ઈરાદો સાબિત કર્યા વગર અધિકારીઓ દંડ ફટકારી શકે નહીં, તે બાબત હવે કાયદાકીય રીતે વધુ સ્પષ્ટ થઈ ગઈ છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
