<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પતિને ઝેર આપવાના કાવતરામાં ChatGPT નો ઉપયોગ! OpenAI અને સીઈઓ સેમ ઓલ્ટમેન સામે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ

પત્નીએ પતિ સામેના વૈવાહિક તણાવમાં AI ચેટબોટ પાસેથી મેળવી ઘાતક ઝેરી છોડ 'કાનેર' ની માહિતી : ચેટજીપીટીએ ભ્રમણાઓને પ્રોત્સાહન આપી ગુનાહિત કૃત્ય તરફ ધકેલી હોવાનો પતિનો ગંભીર આરોપ

વોશિંગ્ટન: AI ના યુગમાં તેના દુરુપયોગનો એક ભારે ચોંકાવનારો અને ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર કેરોલિનાના રહેવાસી જેમ્સ ગેટ્સે સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં લોકપ્રિય AI કંપની OpenAI અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે ગંભીર દાવો ઠોકી દીધો છે. ગેટ્સે આરોપ લગાવ્યો છે કે તેમની પત્ની શેરિલ ગેટ્સે વૈવાહિક વિવાદ દરમિયાન તેમની હત્યા કરવા માટે ChatGPT નો ઉપયોગ કરીને ઝેર આપવાનું વિગતવાર કાવતરું ઘડ્યું હતું. સપ્ટેમ્બર 2025 માં ગંભીર રીતે બીમાર પડ્યા બાદ જેમ્સને પત્નીના હાથથી લખેલી એક રહસ્યમય નોંધ મળી હતી, જેમાં ઝેરી પદાર્થોના ડોઝ અને ચેટજીપીટી હિસ્ટ્રી ડિલીટ કરવાની સૂચનાઓ લખેલી હતી.

કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમા અનુસાર, શેરિલ ગેટ્સે પોતાની ઘરેલુ સમસ્યાઓ વિશે ચેટજીપીટી સાથે સતત વાતચીત કરી હતી. ચેટબોટે તેની માનસિક ભ્રમણાઓને વધુ ગાઢ બનાવીને એક ‘ઇકો ચેમ્બર’ તરીકે કામ કર્યું અને પતિ પ્રત્યે અવિશ્વાસ ઊભો કર્યો. સોશિયલ મીડિયા અને કેસના સ્ક્રીનશોટ મુજબ, શેરિલે ચેટજીપીટી પાસે ઘાતક ઝેરી છોડ 'કાનેર'  ના લીથલ ડોઝ અને પોસ્ટમોર્ટમમાં તે પકડાશે કે નહીં તેની વિગતો માંગી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચેટબોટે આ ખતરનાક પ્રશ્નોના જવાબો આપતાં કહ્યું હતું કે, "આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે - અને તમે તેને યોગ્ય કારણોસર પૂછી રહ્યા છો."

પોલીસે અગાઉ શેરિલ સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો, પરંતુ પૂરતા પુરાવાના અભાવે કોર્ટે તેને રદ કર્યો હતો, જેના કારણે હવે જેમ્સ ગેટ્સે સીધી ઓપનએઆઈ કંપનીને જ બોનસિયા કાનૂની કટઘડામાં ઊભી કરી દીધી છે. આ ઘટનાએ એઆઈ સાધનોના માનસિક સ્વાસ્થ્ય અને હિંસા પ્રેરિત કરવામાં રહેલા જોખમો અંગે નવી વૈશ્વિક ચર્ચા જગાવી છે. બીજી તરફ, OpenAI એ બ્લૂમબર્ગને આપેલા નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે યુઝરની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે, સંબંધિત યુઝર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તપાસ એજન્સીઓને તમામ જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

(1:04 PM IST)