<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ચાતુર્માસ આત્‍મશુધ્‍ધિ, સંયમ, તપ, સ્‍વાધ્‍યાય તથા આરાધનાનો પવિત્ર અવસરઃ પૂ.નયશેખર મ.સા.

મુંબઇના બોરીવલીમાં કચ્‍છી જૈન સંતોનો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ, તા.૧૪: મુંબઇના બોરીવલી સ્‍થિત શ્રી પાર્શ્વચંદ્ર ગચ્‍છ જૈન સંઘમાં રવિવારે કચ્‍છી જૈન સંતોના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભક્‍તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉત્‍સાહનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. જેમાં સવારે ૭:૩૦ કલાકે ભવ્‍ય સામૈયાનું આયોજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે પ.પૂ. મુનિરાજશ્રી ધર્મરત્‍નચંદ્રજી મ.સા. તથા પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ આદિનો મંગલ પ્રવેશ પ્રસંગ દરમિયાન ભાવિકોએ ગ્રંથ અર્પણ, કામળી અર્પણ અને ગુરુપૂજન કરીને ધર્મલાભ મેળવ્‍યો હતો. પ્રવેશ બાદ ઉપાશ્રયમાં યોજાયેલા ધર્મસભામાં પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્‍યું હતું કે ચાતુર્માસ એ આત્‍મશુદ્ધિ, સંયમ, તપ, સ્‍વાધ્‍યાય અને આરાધનાનો પવિત્ર અવસર છે. ગુરુભગવંતોના સાનિધ્‍યમાં ચાર મહિનાની આરાધના આત્‍મકલ્‍યાણનો સુવર્ણ માર્ગ બની રહે છે. તેમણે જણાવ્‍યું કે ચાતુર્માસ દરમિયાન નિયમ, પ્રતિક્રમણ, નવકાર મહામંત્રનું સ્‍મરણ, સ્‍વાધ્‍યાય અને જિનશાસનની આરાધના દ્વારા જીવનને આધ્‍યાત્‍મિક ઉન્નતિ તરફ દોરી શકાય છે. તેમણે સૌ ભાવિકોને ચાતુર્માસનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.(

(2:34 PM IST)