<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સસ્તા મકાનો ખાલી : પણ ગરીબો બેઘર: અમેરિકામાં "અફોર્ડેબલ હાઉસિંગ" મોડેલ નિષ્ફળતાના આરે

સરકારી સબસિડી અને ટેક્સ ક્રેડિટ છતાં અટપટા નિયમો અને મોંઘા ભાડાંથી ગરીબ પરિવારો મકાનોથી વંચિત : ડેવલપર્સ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં

 નવી દિલ્હી :  વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ અમેરિકાના મુખ્ય શહેરોમાં હાલ એક વિચિત્ર અને ગંભીર આર્થિક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ દેશમાં બેઘર (હોમલેસ) લોકોની સંખ્યા સતત નવા રેકોર્ડ સર્જી રહી છે, તો બીજી તરફ સરકારી કર રાહતો અને સબસિડીથી બાંધવામાં આવેલા હજારો "પોષણક્ષમ" (અફોર્ડેબલ) મકાનો ખાલી પડી રહ્યા છે. ઓછી આવક ધરાવતા અત્યંત ગરીબ લોકો માટે આ સરકારી યોજના હેઠળના ઘરો પણ પહોંચ બહાર સાબિત થઈ રહ્યા છે.

ટેક્સાસના ઓસ્ટિન શહેરમાં આશરે ૪,૫૦૦ પરવડે તેવા મકાનો ખાલી પડ્યા છે, જે કુલ અફોર્ડેબલ સ્ટોકના ૧૬% જેટલા થાય છે (સામાન્ય રીતે ૫% ખાલી દર સામાન્ય ગણાય છે). ડેનવર અને પોર્ટલેન્ડ જેવા શહેરોમાં પણ ૬૦% થી ૮૦% એરિયા મિડિયન ઇન્કમ (AMI) જૂથ માટે બનાવેલા ૧૨% થી ૨૧% ઘરો ખાલી છે.

આ કટોકટી પાછળના મુખ્ય કારણો આ મુજબ છે  ભાડામાં નહિવત તફાવત: પરવડે તેવા મકાનોના ભાડા અને સામાન્ય બજાર-દરના ભાડા વચ્ચે ખાસ તફાવત રહ્યો નથી. પોર્ટલેન્ડમાં ૬૦% AMI વાળા સસ્તા ઘરનું ભાડું દર મહિને $૧,૪૪૪ છે, જ્યારે સામાન્ય એક બેડરૂમનું ભાડું $૧,૫૮૧ છે. આથી લોકો અટપટી પ્રક્રિયા ટાળવા સામાન્ય એપાર્ટમેન્ટ પસંદ કરે છે. જટિલ અને કડક નિયમો: આવક ચકાસણી માટે બેંક સ્ટેટમેન્ટ્સ અને તમામ વ્યવહારોની સખત તપાસ થાય છે. આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જાય છે, જ્યારે સામાન્ય એપાર્ટમેન્ટ મિનિટોમાં મંજૂર થાય છે. વાસ્તવિક ગરીબો માટે મકાનોની અછત: નેશનલ લો ઇન્કમ હાઉસિંગ કોએલિશન મુજબ, $૧૬,૦૦૦ થી ઓછી વાર્ષિક આવક ધરાવતા ૧૧ મિલિયન પરિવારો સામે માત્ર ૪ મિલિયન મકાનો ઉપલબ્ધ છે. મોટાભાગના ટેક્સ ક્રેડિટ મકાનો ૫૦% કે તેથી વધુ AMI ધરાવતા લોકો માટે બનાવાય છે. ડેવલપર્સની લાચારી: ઊંચા બાંધકામ અને જાળવણી ખર્ચ સામે મોટી સરકારી સબસિડી વિના અત્યંત ગરીબો માટે પરવડે તેવા મકાનો બનાવવાનું આર્થિક રીતે અશક્ય બની ગયું છે.

(6:53 PM IST)