<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

દગાબાજ પતિનો ભાંડો ફુટયોઃ હોટલમાં ગર્લફ્રેન્‍ડ સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતોઃ પત્‍ની કોલર પકડી ઢસડીને ઢીબી નાખ્‍યો

હોટલથી લઈ રોડ અને પછી પોલીસ સ્‍ટેશનમાં જબરદસ્‍ત ડ્રામા આરોપી યુવકની ધરપકડ

રીવા તા.૧૪: લગ્નને આમ તો સાત જન્‍મોનો સાથ માનવામાં આવે છે. આ સંબંધમાં દગાને કોઈ સ્‍થાન નથી હોતું. પણ કેટલાય એવા લોકો પણ છે, જે પરણેલા હોવા છતાં પણ બીજી મહિલાઓ પર ખરાબ નજર નાખતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્‍સો રીવામાંથી સામે આવ્‍યો છે. અહીં આવેલી એક સ્‍થાનિક હોટલમાં ત્‍યારે ભારે હોબાળો મચી ગયો, જ્‍યારે સીધી જિલ્‍લામાંથી પોતાના પતિનો પીછો કરવા પહોંચેલી એક આક્રોશિત પત્‍નીએ પોતાના જીવનસાથીને કોઈ બીજી છોકરી સાથે રંગેહાથ દબોચી લીધો. ત્‍યાર બાદમાં ગુસ્‍સામાં પત્‍નીએ કંઈ પણ જોયા વગર હોટલનો બંધ રુમ ખોલી ડાયરેક્‍ટ પોતાના પતિ પર તૂટી પડી. મહિલાએ ન ફક્‍ત રુમની અંદર પોતાના દગાબાજ પતિને કુટી નાખ્‍યો, પણ તેનો કોલર પકડીને હોટલની નીચે લાવી અને રસ્‍તાની વચ્‍ચે લાવી ઢસડીને પોલીસ સ્‍ટેશને લઈ ગઈ.

આ ઘટનાની શરુઆત પાડોશી જિલ્‍લા સીધીમાંથી થઈ હતી. આરોપી યુવક પોતાની પહેલી પત્‍નીની જાણ વિના એક અન્‍ય યુવતીને પોતાની સાથે લઈ સીધી રવાના થયો હતો. પણ પત્‍નીને સમય રહેતા પોતાના પતિની આ કરતૂતની જાણ થઈ ગઈ. જે બાદ જરાં પણ મોડું કર્યા વિના મહિલાએ પોતાના પતિની ગાડીનો પીછો કરતા ૭૦ કિમી દૂર રીવા પહોંચી ગઈ. અહીં તેણે સમાન વિસ્‍તારની એક હોટલમાં ગર્લફ્રેન્‍ડ સાથે રુમમાં રોકાયો હતો. થોડી વારમાં પત્‍ની પણ ત્‍યાં આવી પહોંચી અને રુમનો દરવાજો ખટકટાવ્‍યો. તો અંદરનો નજારો જોઈ તેનો પિત્તો ગયો. તેનો પતિ પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. પીડિત મહિલાએ પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આરોપી યુવક સાથે બીજી મહિલા હતી અને પહેલા પતિથી તેને એક દીકરો પણ છે.

પીડિત મહિલાના જણાવ્‍યા અનુસાર, બંનેએ લગભગ એક વર્ષ પહેલા ૩ જૂલાઈ ૨૦૨૫ને કાનૂની રીતે કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે આ લગ્નના થોડા જ દિવસો બાદ પતિ કોઈને પણ સૂચના આપ્‍યા વિના ઘરેથી ગુમ થઈ ગયો અને પત્‍નીથી બચવા માટે પોતાનો જૂનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્‍યો. પતિ આ રીતે અચાનક ગુમ થયા બાદ અને મોબાઈલ બંધ કરતા મહિલાને શંકા ગઈ. જે બાદ તેણે પોતાના સ્‍તર પર પતિ વિશે જાણકારી એકઠી કરવાનું શરુ કરી દીધું. આ તપાસ બાદ જાણવા મળ્‍યું કે તેનો પતિ તેની પીઠ પાછળ કોઈ અન્‍ય છોકરી સાથે વાત કરે છે અને તેની સાથે આડા સંબંધમાં છે. વળી હોટલમાં પકડાયેલી યુવતીનું કહેવું હતું કે આરોપી યુવક સાથે તેની મુલાકાત ઈન્‍સ્‍ટાગ્રામ પર થઈ હતી. વાતચીત દરમ્‍યાન યુવકે ખુદને કુંવારા ગણાવ્‍યો હતો અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

હોટલમાં પકડાયેલી યુવતીએ આગળ જણાવ્‍યું કે પતિએ લગ્નના નામ પર પ્રેમની જાળમાં ફસાવ્‍યો અને એક મંદિરમાં લઈ જઈ તેની માંગમાં સિદૂર ભરી લગ્ન કર્યા હતા. હોબાળા અને મારપીટ વચ્‍ચે તે પીડિત યુવતી પણ રડતા રડતાં વારંવાર એ જ સવાલ પૂછી રહી હતી કે આખરે આ હુમલાવાળી મહિલા કોણ છે. જેના પર આરોપી યુવક ખાલી એટલું જ કહી શક્‍યો કે તે ભૂલથી ફસાઈ ગયો છે.

હોટલથી લઈ રોડ અને પછી પોલીસ સ્‍ટેશનમાં જબરદસ્‍ત ડ્રામાથી લઈ ભારે હોબાળો થતો રહ્યો. પહેલી પત્‍નીએ પોતાના પતિ વિરુદ્ધ છેતરપીંડી, જાણ વિના બીજા લગ્ન કરવા અને પ્રતાડિત કરવાનો ગંભીર આરોપ અંતર્ગત લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રશાસને મહિલાના આવેદન પર મામલાની ગંભીરતા જોતા આરોપી યુવકની ધરપકડ કરી છે અને ઘટના સાથે જોડાયેલા તમામ પાસા અને બંને લગ્નના દસ્‍તાવેજોનુ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે

 

(10:30 AM IST)