હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચેન્નાઈમાં ૧૨ સેન્ટિમીટર (૫ ઇંચ) સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયો: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: મીનમ્બક્કમ અને સૈદાપેટમાં ૧૨ સેન્ટિમીટર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ: નુગમ્બક્કમમાં ૧૦.૭ અને તારામણીમાં ૯.૫ સેન્ટિમીટર વરસાદના અહેવાલ : ઉત્તરપૂર્વીય ચોમાસું સક્રિય

ચેન્નાઈ, તા. ૨૧ : ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. મીનમ્બક્કમ અને સૈદાપેટમાં ૧૨ સેન્ટિમીટર, નુગમ્બક્કમમાં ૧૦.૭ સેન્ટિમીટર તથા તારામણીમાં ૯.૫ સેન્ટિમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં મંગળવારની રાતથી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
પ્રકાશિત વરસાદના આંકડા મુજબ વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ પ્રમાણે છે.
મીનમ્બક્કમ | ૧૨ સેમી
સૈદાપેટ | ૧૨ સેમી
નુગમ્બક્કમ | ૧૦.૭ સેમી
અડયાર | ૧૦ સેમી
તારામણી | ૯.૫ સેમી
પામ્બન | ૫.૫ સેમી
વરસાદને કારણે શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
ભારતીય હવામાન વિભાગના ચેન્નાઈ પ્રાદેશિક કેન્દ્ર મુજબ ૧૫ ઓક્ટોબરથી તમિલનાડુ, પુડુચેરી અને આસપાસના વિસ્તારોમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. વરસાદને અનુકૂળ પરિસ્થિતિને કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
