હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાતના પ્રવાસે : અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની મુલાકાત બાદ ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન’ વિષય પર સંવાદ સાધશે : બીજા દિવસે BLO અને ELC ના સભ્યો સાથે યોજાશે મહત્વપૂર્ણ કાર્યક્રમો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભાવભીનું અને ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને મુખ્ય ચૂંટણી કમિશનરનું સ્વાગત કર્યું હતું.
પોતાની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર સૌપ્રથમ ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પહોંચીને પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાનો પરિચય મેળવવાના ભાગરૂપે પ્રખ્યાત અડાલજની વાવની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન સાંજે તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) પરિસર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન – વિશ્વની સૌથી મોટી લોકશાહી' વિષય પર વિસ્તૃત સંવાદ સાધશે.
પોતાના પ્રવાસના બીજા દિવસે, ૧૧ સપ્ટેમ્બરે, તેઓ ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યભરના ૫૦૦થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સીધો સંવાદ કરશે. ત્યારપછી તેઓ શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે પહોંચીને ૧૦૦૦થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહવર્ધન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
