<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન કર્યા : હષૅ સંધવીની ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬"માં સહભાગી થવા મુખ્યમંત્રીનુ આગમન

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૧૧ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬"માં સહભાગી થવા સોમનાથ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.

હષૅ સંધવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન સમયે મંદિર પરિસરમાં યોજાનાર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમોની વિગતે માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છેકે, મુખ્યમંત્રી શ્રી આજે સોમનાથ અમૃત પર્વ અંતર્ગત યોજાનાર વડાપ્રધાનશ્રીના રોડ શૉ અને જનસભામાં  પણ સહભાગી થશે.

(9:31 AM IST)